અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપો: કોંગ્રેસના સીપી કચેરીએ સૂત્રોચ્ચાર

  • May 21, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને વર્ષ પુરૂ થવા પર છે ત્યારે અગ્નિકાંડની ઘટનામાં પોલીસ તપાસને લઇ સવાલો ઉઠાવી પડીતોને ન્યાય આપવાની માંગ સાથે આજરોજ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરે આવેદન આપવામાં આવ્યું હતું.આ પૂર્વે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સીપી કચેરી ગજાવી મૂકી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આપવમાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં બનેલ ટીઆરપી ગેમ ઝોનમાં 27 માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. અને તેમના પરિવારને આજદિન સુધી ન્યાય મળ્યો નથી તત્કાલીન સમયે અમારા દ્વારા આપને સંદર્ભ પત્રથી અવારનવાર લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો કરેલ હતી. ત્રણ દિવસના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ પણ કરવામાં આવેલ હતા ટીઆરપી ગેમઝોન કોના હુકમથી ઉભો કરાયો હતો તે અધિકારી કે પદાધિકારીઓ ઉપર આપે શું કાર્યવાહી કરી તેનો આજદિન સુધી અમોને જવાબ મળ્યો નથી.

તત્કાલીન સમયે બે થી ત્રણ પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાયા હતા એ પગલા કડકાઈથી લેવાયા ન હતા અને લાયસન્સ ની જવાબદારી હતી પરંતુ વગર લાયસન્સ ગેમઝોન ચાલી રહ્યો હતો. દરેક પોલીસ સ્ટેશન વાઈઝ ટીમ બનાવી આ પ્રકારના એકમોને તપાસ કરવામાં જે તે સમયે આવી નહોતી. આ ગેમ ઝોન જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો હતો તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને જવાબદારી હોવા છતાં ગેમઝોન ગેરકાયદેસર રીતે ધમધમતો હતો. નિયમાનુસાર મંજૂરી હતી નહીં મંજૂરી છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવી નહોતી. આ ગેમઝોનમાં જવલનશીલ પદાર્થ પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલાઓ સંગ્રહ કરવામાં આવેલ છે કે કેમ અને તેની મંજૂરી હતી કે કેમ તે બાબતની તપાસ દિશાહીન બનાવવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ સામે તપાસ કરી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે પરંતુ રાજકોટના એ વિસ્તારના કોર્પોરેટરો અને મેયર કે પદાધિકારીઓ સામે તપાસ કરવામાં આવી હતી પરંતુ પોલીસમાં ગુનાઓ દાખલ થયેલ નથી ફક્ત પૂછપરછ પણ કરી આવા કેટલાક સત્તાધીશોના કોર્પોરેટરોને ક્લીનચીટ આપવામાં આવી હતી ત્યારે એ બાબત પણ ફેર તપાસ કરવી ઘટે.

ગેમ ઝોનમાં અગ્નિકાંડના પિડીતો ને ન્યાય અપાવવા માટે આજે સતત બીજા દિવસે કાર્યક્રમમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાની હેઠળ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર હાય હાય અને ભાજપ વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર સાથે પોલીસ કમિશનર કચેરી ગજવી મૂકી હતી આજના કાર્યક્રમમાં ડો. હેમાંગ ભાઇ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા અશોકસિહ વાઘેલા, યુનુસભાઈ જુણેજા, ડી પી મકવાણા, સંજયભાઈ અજુડીયા, જગદીશભાઈ ડોડીયા, યજ્ઞેશભાઇ દવે, ગૌરવભાઈ પુજારા, કેતનભાઇ તાળા, જગદીશભાઈ ડોડીયા, અજીતભાઈ વાંક, દીપ્તિબેન સોલંકી, બિંદીયાબેન તન્ના, માવજીભાઈ રાખશીયા, બીપીનભાઇ રાઠોડ, દિલીપભાઈ આસવાણી, રાજુભાઈ ચાવડીયા, નયનાબા જાડેજા, દીપુબેન રવૈયા, જયાબેન ચૌહાણ, પુનમબેન રાજપૂત, પ્રવીણભાઈ કાકડીયા, મનીષાબા વાળા, જયાબેન ટાંક, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો કાર્યકરોએ હાજરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application