ભેસાણ ચોકડી પાસે મોરબીના લાલ પર ગામના વેપારીને હની ટ્રેપમાં ફસાવી .૫૦ લાખની માંગ કર્યાની ફરિયાદમાં યુવતી સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન માસ્ટરમાઈન્ડ તરીકે યુવકના ફઈના દીકરાની સંડોવણી ખુલી છે. યુવકને ખોટા નામે મેસેજ કરનાર યુવતી પણ ઝડપાઈ ગઈ છે. કાવતરામાં રાજકોટના સુલતાનપુરના શૈલેષગીરી ઉર્ફે ભાણો ગોસાઈની પણ સંડોવણી ખુલી છે. પ્રાથમિક પૂછપરછ માં યુવક ના પિતરાઈ ભાઈએ ૧૦ લાખની રકમ પડાવવા સમગ્ર કાવતં ઘડયું હોવાની કબૂલાત કરી હતી પોલીસ દ્રારા ગુનામાં સંડોવાયેલા શૈલેષ ગીરી તથા અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવની વિગત મુજબ મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ઙઢાણિયાને હની ટ્રેપમાં ફસાવવા કાવતં ઘડવામાં આવ્યું હતું. યુવકને પ્રિયા નામની યુવતીએ જાનવી નામે મેસેજ કર્યેા હતો અને વાતચીત શ કરી હતી ત્યારબાદ વીરપુર મળવા બોલાવ્યો હતો.યાં પંકજ તેના ફઈના દીકરા કિશન સાથે વીરપુર પહોંચ્યો હતો. ત્યાંથી પ્રિયા (જાનવી) પંકજ અને કિશન સાથે કારમાં બેસી ભેસાણ તરફ નીકળી હતી. રસ્તામાં પ્રિયાએ વોશમ જવાનું બહાનું કરી ગાડી રોકાવી હતી તે સમયે બે બાઈક પર ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા .અને એક બાઈક પર પ્રિયાને લઈ ગયા હતા અને બાકીના ત્રણ ઈસમો પંકજ અને કિશન નું અપહરણ કરી પંકજને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. ત્રણ ઈસમોએ પંકજને જણાવ્યા મુજબ તું જે યુવતી સાથે છે તે પહેલેથી જ લ કરેલ છે અને તેને બે દીકરીઓ છે. દીકરીઓ માટે ૨૫–૨૫ લાખની માગણી કરી હતી. યાં સુધી પિયા નહીં આપ ત્યાં સુધી તેના ફઇના દીકરા કિશનને નહીં છોડવામાં આવે તેમ જણાવી પિયાની સગવડ કર્યા બાદ કિશનને જેતપુર આવી લઈ જવા જણાવ્યું હતું. પિયાની સગવડ ન હોય તો ચેક આપવા પણ જણાવ્યું હતું પરંતુ યુવક પાસે પિયાની સગવડ થઈ ન હતી અને તેના માતાને સમગ્ર બાબત અંગે જાણ કરી હતી.
સમગ્ર બનાવ અંગે ભેસાણ પોલીસમાં હની ટ્રેપમા ફસાવ્યા અંગે પંકજ ઙઢાણીયાએ ફરિયાદ નોંધાવતા એસપી જાડેજા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા અને ભેસાણ પીઆઇ વાળા સહિતની ટીમ દ્રારા ઐંડાણપૂર્વકની તપાસ શ કરી હતી.ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યા મુજબ ભેસાણ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપના ગુનાના બનાવમાં પોલીસે પ્રિયા (જાનવી) અને પંકજના ફઈના દીકરા કિશન સોખરીયાની ધરપકડ કરી હતી.પ્રાથમિક પૂછપરછમાં બંનેએ યુવક પાસેથી પડાવવા કાવતં કર્યાનું કબુલાત કરી હતી. આ પ્રકરણમાં તેઓની સાથે શૈલેષ ગીરી ઉર્ફે ભાણો ગોસાઈ રહે સુલતાનપુરનું પણ નામ ખુલ્યું હતું. પૂછપરછ દરમ્યાન પોલીસને વિગતમાં કિશન, પંકજ અને પ્રિયા ૧૨ દિવસ પહેલા મળ્યા હતા. તે સમયે કિશનને પંકજના ખાતામાં ૧૦ લાખની રકમ હોવાની જાણ થઈ હતી જેથી આ રકમ પડાવવા કિશનની સાથે શૈલેષગીરી, પ્રિયા અને અન્ય ત્રણ ઈસમોએ હની ટ્રેપનું સમગ્ર કાવતં ઘડયું હતું. ભેસાણ પોલીસે પ્રિયા અને કિશનની ધરપકડ કરી છે યારે શૈલેષ ગીરી ઉર્ફે ભાણો ગોસાઈ અને અન્ય ત્રણ ઈસમોને ઝડપી લેવા અલગ અલગ ટીમ દ્રારા તપાસ શ કરવામાં આવી છે. ભેસાણ પોલીસે હની ટ્રેપની નોંધાયેલી ફરિયાદમાં ઝડપાયેલા યુવક યુવતીએ અન્ય કોઈ લોકોને સીસામાં ઉતાર્યા છે તે કેમ તે અંગે પણ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech