ગીર સોમનાથનો હિરણ-૨ ડેમ ૭૭ ટકા ભરાયો: અન્ય ડેમો મહત્તમ સપાટીએ અને છલકાવાની તૈયારીમા

  • July 22, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ-પાટણ સહિત ત્રણ શહેરો, સોમનાથ ટ્રસ્ટ અને બે ઉદ્યોગોને પીવા-વપરાશનું વર્ષભર પાણી પુરું પાડી જીવાદોરી સમો હિરણ-૨ ડેમ આજે ૭૭ ટકાથી વધુ ભરાયો છે, જેને કારણે ગીર સોમનાથ જિલ્લ ાના વેરાવળ તાલુકાના ૧૧ તથા તાલાલા તાલુકાના ૩ ગામોને સતર્ક રહેવા ચેતવણી કરાયા છે.મદદનીશ ઈજનેર નરેન્દ્ર પીઠિયા કહે છે આજે ડેમ ૭૭ ટકા ભરાઈ જતાં ‚લ લેવલ જાળવવા ડેમના દરવાજા ખોલવાના થશે તેની આગોતરી જાણ સબંધકર્તાઓ અને નિયમ બુક મુજબ કરી દેવામાં આવી છે.

હાલ કોડીનાર પાસે આવલા સીંગોડા ડેમ ૭૮.૮૦ ટકા ભરેલ છે અને બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવેલ છે. ઉના પાસે આવલ રાવલ ડેમ ૪૮ ટકા ભરાયેલ છે, મચ્છુન્દ્રી ૬૧ ટકા ભરાયેલ છે. અને હિરર-૧ ડેમ ૬૪ ટકા ભરાયેલ છે. હાલ ત્રણ શિફટમાં દરેક ડેમો ઉપર કર્મચારીઓ કાર્યરત છે. હિરણ-૨ ડેમ દરિયા સપાટીથી ૬૨.૪૧ મીટર ઉંચો છે, ૧૯૭૩થી ભરવાની શ‚આત થઈ, સ્ત્રાવ વિસ્તાર ૩૪૯ ચોરસ કિ.મી., પાયેથી ઉંચાઈ ૧૫.૭૦ મીટર, ડૂબમાં ગયેલ જમીનો-ખરાબો ૫૦૯ હેકટર, પાણી છોડવા મહત્તમ ક્ષમતા ૧ સેક્ધડમાં ૩૫૫૯, ઘનમીટર પાણી માર્ગ પહોળાઈ ૧૪૯.૬૬ મીટર, દરવાજા-૭ (એક દરવાજાની લંબાઈ ૧૨.૫ મીટર, પહોળાઈ ૮.૨૩ મીટર, નહેર લંબાઈ ૧૬.૫૦ કિ.મી. કુર કમાન્ડ વિસ્તાર ૧૫,૮૫૩ હેકટર, ખેતીલાયક કમાન્ડ વિસ્તાર ૯૫૫૨.૮ હેકટર, કમાન્ડ હેઠળ ગામો તાલાલ તાલુકા-૪, વેરાવળ તાબાના ૧૭ કુલ ગામોને ચેતવણી જાહેર કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application