ગુલામ નબી આઝાદની તબિયત લથડી, કુવૈત હોસ્પિટલમાં દાખલ

  • May 28, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દેશનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ પ્રવાસ પર છે ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની તબિયત લથડતા તેમને કુવૈતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. ભાજપના સાંસદ બૈજયંત જય પાંડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આઝાદ માટે કેટલાક જરૂરી પરીક્ષણો અને તબીબી પ્રક્રિયાઓ કરવામાં આવશે.ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.જો કે તેમને શું તકલીફ થઈ તે જાહેર કરાયું નથી. ગુલામ નબી આઝાદના સ્વાસ્થ્ય અંગે તમામ પક્ષો અને તેમના સમર્થકો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


જય પાંડાએ જણાવ્યું હતું કે બહેરીન અને કુવૈતમાં યોજાયેલી બેઠકોમાં ગુલામ નબી આઝાદનું યોગદાન ખૂબ જ પ્રભાવશાળી હતું. તેમની સક્રિય ભાગીદારીને કારણે પ્રતિનિધિમંડળને સકારાત્મક પ્રતિસાદ મળ્યો. પરંતુ હવે હોસ્પિટલમાં દાખલ થવાને કારણે, તેઓ આગળની યાત્રામાં સાઉદી અરેબિયા અને અલ્જેરિયા જઈ શકશે નહીં.નોંધનીય છે કે પ્રતિનિધિમંડળ હાલમાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પહોંચી ગયું છે. આ પ્રવાસમાં, તેઓ રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ, વિચારશીલ લોકો અને ત્યાંના ભારતીય સમુદાયના પ્રતિનિધિઓને મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News