ઘી ડેમમાં સાડા ચાર ફૂટ નવું પાણી આવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ વિરામ રહ્યો છે. મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં સાડા 27 ઈંચ (686 મી.મી.), દ્વારકા તાલુકામાં 13 ઈંચ (328 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં 13 ઈંચ (322 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 9 ઈંચ (222 મી.મી.) કુલ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 50.68 ટકા વરસી ચુક્યો છે. આજે પણ સવારથી મેઘરાજા વિરામ વચ્ચે થોડો સમય સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા.
ખંભાળિયા શહેરને પીવાનું તેમજ આસપાસના વાડી વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતા 20 ફૂટ ઊંડાઈ ના ઘી ડેમમાં છેલ્લા બે દિવસ દરમિયાન સાડા ચાર ફૂટ નવા પાણીની આવક થવા પામી છે. આ સાથે ઘી ડેમની સપાટી છ ફૂટ ઉપર પહોંચી છે. હાલ ડેમમાં છ માસ ચાલે તેટલું પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે.
આ ઉપરાંત ખંભાળિયાના બીજા મહત્વના એવા સિંહણ ડેમની ત્રણ ફૂટની સપાટીમાં બીજા સાડા પાંચ ફૂટ નવા પાણીની આવક સાથે કુલ સપાટી સાડા આઠ ફૂટ સુધી પહોંચી જવા પામી છે. સિંહણ ડેમની કુલ ઊંડાઈ 22 ફૂટની છે. મોટા અને મહત્વના જળ સ્ત્રોતોમાં નવા નીરની ધીંગી આવક થતાં ગ્રામજનો સાથે શહેરીજનો પણ ખુશ ખુશાલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech