રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૯ માર્ચને બુધવારે સવારે ૧૧ કલાકે જનરલ બોર્ડ મિટિંગ મળનારી છે જેના આજરોજ પ્રસિધ્ધ થયેલા એજન્ડામાં જમીન ફાળવણી અને ટીપી સ્કીમને લગત બે દરખાસ્તો સહિતની કુલ છ દરખાસ્તો સમાવિષ્ટ છે. જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર મંજુબેન કુંગશિયાનો આરોગ્ય શાખાને લગતો મેલેરિયા શાખાની કામગીરી અંગેનો પ્રશ્ન ચર્ચામાં આવશે. જ્યારે બીજી બાજુ વિપક્ષ દ્વારા ટીપી બ્રાન્ચ દ્વારા કેટલી નોટિસો ફટકારાઇ તેમજ રિલાયન્સ અને એરટેલના ટેલિકોમ ટાવર તેમજ ડામર રોડ બનાવી અને પાંચ વર્ષ પૂર્ણ થયા ન હોય છતાં ડી આઇ. લાઈન ઈન્સ્ટોલેશન સહિતના કારણોસર ખોદકામ કરાયું હોય તેવા રોડ કેટલા તે સહિતના પ્રશ્નો પ્રશ્ન કાર્ડ માટે ઇન્વર્ડ કરાવવામાં આવ્યા છે, વિપક્ષે પ્રશ્નો ભલે જે કંઈ પૂછ્યા હોય તે પરંતુ તડાફડી પાણીપ્રશ્ને જ બોલાવશે તેમ જાણવા મળે છે.
આગામી જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં કુલ છ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે જેમાં (૧) રાજકોટ મહાનગરપાલિકાની હદ્દમા આખરી નગર રચના યોજના નં.૯ રાજકોટના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુંના અનામત પ્લોટ નં.એસ.આઈ.૫/પૈકીની જમીન રાજકોટ રાજપથ લિ.ને સીએનજી બસ ડેપો બનાવવા માટે ફાળવવા (૨) વોર્ડ નં.૩માં એઈમ્સ હોસ્પિટલવાળા રોડ પર આવેલ સર્કલનું ઈશ્વરીયા મહાદેવ સર્કલ નામકરણ કરવા (૩) વોર્ડ નં.૫માં કુવાડવા રોડ પર ડી માર્ટ વાળા ચોકનું બેચરભા પરમાર ચોક નામકરણ કરવા (૪) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઈ હેઠળ નવી મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ તૈયાર કરવા (૫) વોર્ડ નં.૧૫માં ચુનારાવાડ-૫ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૫માં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દુર કરવા (૬) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાનમાં લેવા બાબત સહિતનો સમાવેશ થાય છે.
ભાજપના ૧૪, કોંગ્રેસના બે કોર્પોરેટરએ પ્રશ્નકાળમાં કુલ ૨૩ પ્રશ્ન ઇનવર્ડ કરાવ્યા
પ્રશ્ન ક્રમ કોર્પોરેટર પ્રશ્નોની સંખ્યા
૧.મંજુબેન કુંગસીયા ૨
૨.સોનલબેન સેલારા ૧
૩.નીતિનભાઈ રામાણી ૧
૪.કોમલબેન ભારાઇ ૩
૫.હિરેનભાઇ ખીમાણીયા ૧
૬.પરેશભાઇ આર. પીપળીયા ૧
૭.દિલીપભાઇ લુણાગરીયા ૧
૮.નરેન્દ્રભાઈ ડવ ૨
૯.જીતુભાઈ કાટોળીયા ૨
૧૦.રૂચીતાબેન સાકરીયા ૧
૧૧.ચેતનભાઈ સુરેજા ૧
૧૨.વર્ષાબેન રાણપરા ૧
૧૩.મગનભાઈ સોરઠીયા ૧
૧૪.નરેન્દ્રસિંહ વાઘેલા ૧
૧૫.વશરામભાઈ સાગઠીયા ૩
૧૬.રૂચીતાબેન જોષી ૧
ભાજપના ૧૪ કોર્પોરેટરના ૧૭ પ્રશ્ન
કોંગ્રેસના બે કોર્પોરેટરના છ પ્રશ્ન
કુલ ૧૬ કોર્પોરેટરના ૨૩ પ્રશ્નો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech