જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આજે સવારે ટોરેન્ટ ગેસની લાઈનમાં ભંગાણ થતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. ગણતરીની સેકન્ડમાં જ આગ આસપાસના વિસ્તારમાં ફેલાઈ હતી આગથી માતા અને બાળકી સહિત ત્રણના મોત થયા છે. એક વૃદ્ધને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. યારે બેથી વધુ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા કમિશનર ધારાસભ્ય અને મેયર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ અંગે તપાસના આદેશ કરાયા છે. સુપરવાઇઝર વગર જ કામગીરી થતી હોવાની અનેક વખત ફરિયાદો થઈ રહી છે પરંતુ તત્રં દ્રારા કોઈ કાર્યવાહી થઈ ન હતી અને આજે આગથી નિર્દેાષ ત્રણ લોકોના જીવ ગયા છે.સમગ્ર બનાવમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા લોકોમાંથી માંગ ઉઠી છે.
જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ટોરેન્ટ ગેસની લાઈનમાં આજે ભંગાણ થયું હતું. જેસીબીથી ખાડો ખોદતી વખતે પાઇપલાઇનમાં ભંગાણ થયા બાદ બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. આગથી ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા અને ગેસ લાઇન લીકેજ થતાં આગ વધુ ફેલાઈ જતા આસપાસ આવેલી દુકાનો રેકડી તથા કેબીન અને પાંચથી વધુ વાહનોને પણ ઝપેટમાં લીધા હતા. બનાવથી આસપાસના વિસ્તારમાં નાસભાગ ફેલાઈ હતી અને વેપારીઓ દુકાન બહાર નીકળી આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ આગ કાબુમાં આવી ન હતી અને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
જુનાગઢ ફાયર વિભાગને જાણ થતા ફાયર ઓફિસર ધ્રુમિલ જાની, ઇન્ચાર્જ ફાયર ઓફિસર યકીન શિવાણી સહિતની ટીમના ૧૦ થી વધુ સભ્યો આગને કાબુમાં લેવા પહોંચ્યા હતા. અંદાજિત ૫ હજાર લિટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ આસપાસના વિસ્તારમાં રહેલા રેકઙી, દુકાન અને વાહનો આગથી બળીને ખાખ થઈ ગયા હતા. પાંચથી વધુ વાહનો સળગી ગયા હતા. બનાવની જાણ થતા પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક પાવર સપ્લાય બધં કરી દીધો હતો જો કે આગ લાગી તેની બાજુમાં જ વીજપોલ અને સબ સ્ટેશન હતું તે પણ આગની ઝપેટમાં આવી જતા આગ વધુ વકરી હતી. ઘટનાને લઇ તંત્રએ આસપાસના વિસ્તાર અવર–જવર બધં કરી દીધી હતી.
ઘટના સ્થળે લાગેલી આગથી પીબેન શૈલેષભાઈ સોલંકી (ઉંમર વર્ષ ૪૦) અને તેની ત્રણ વર્ષની નાની બાળકી ભકિત સોલંકી રહે ઝાંઝરડા રોડ તથા હરેશ વલ્લ ભભાઈ રાબડીયા (ઉં. વ૫૮) રહે ગોલાધર નું આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી જતા મોત થયું હતું. યારે નથુભાઈ (ઉં વ ૬૫) નામના વૃદ્ધને વધુ દાઝી જવાથી સિવિલ હોસ્પિટલમાં આઈ સી યુ મા સારવાર આપવામાં આવી રહી છે. બનાવમાં વધુ બે થી ત્રણ લોકોને ઇજા થઈ છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મૃતક માતા પુત્રી સામાન્ય પરિવારના હતા અને રેકડી ચલાવતા હતા. આગ લાગવાથી ત્રણ નિર્દેાષના જીવ જતા લોકોમાં રોષ ફેલાયો હતો. અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. જોકે પ્રા વિગત મુજબ જવાબદારો સામે કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આગની ઘટનાની જાણ થતા જુનાગઢ કમિશનર ડો ઓમ પ્રકાશ, ડેપ્યુટી કમિશનર ઝાપડા, જાડેજા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશિયા તથા સ્થાનિક કોર્પેારેટરો સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બનાવ અંગે કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. અને રિપોર્ટ આપવા જણાવ્યું છે. આગની ઘટનાથી ત્રણ લોકોના જીવતો ગયા પરંતુ નુકસાન અંગે હજુ અંદાજ લગાવવામાં આવ્યો નથી આસપાસની દુકાનોમાં અને કેબીનો તથા ફડ સેન્ટરમાં પણ આગથી નુકસાન થયું છે જેથી તત્રં દ્રારા સમગ્ર બનાવ અંગે રીપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે
આડેધડ કામગીરીને કારણે દુર્ઘટના
શહેરમાં આડેધડ પરવાનગી વગર અને સુપરવાઇઝર વગર રસ્તામાં તોડ ભાંગ થઈ રહ્યા છે. કોઈપણ પ્રકારનું સુપરવિઝન થતું નથી અને રસ્તાનો કચ્ચરઘાણ થઈ રહ્યો છે. પીજીવીસીએલના લાઈનમેન દ્રારા પણ આજે થઈ રહેલ ખોદકામ પૂર્વે પણ પીજીવીસીએલ ની મંજૂરી ન લેવાઈ હતી તેવું પણ જણાવાયું હતું. જોકે સમગ્ર બનાવમાં તત્રં જવાબદારો સામે કાર્યવાહી કરશે કે ફકત કાગળ પર જ પ્રક્રિયા કરી તપાસ પૂર્ણ કરશે તે અંગે લોકોની મીટ મંડાઇ છે.જોકે રસ્તા તોડવાની બાબતમાં તત્રં આખં આડા કાન કરી રહ્યું હોવાથી જુનાગઢ વાસીઓ જુનાગઢ નહીં પણ ખાડા ગઢ માં રહેવું પણ મુશ્કેલ થયું છે તેવું પણ લોકો જણાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech