સૌરાષ્ટ્ર્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું માટે મહત્વનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૧૫ કટ્ટા નવા લસણની આવક થવા પામી હતી. રેગ્યુલર લસણના પાંચ હજાર કટ્ટાની આવક થવા પામી હતી. નવા લસણની પૂજાવિધિ કરી હરાજી શ કરવામાં આવી હતી. ગોંડલ યાર્ડમાં ત્રણ ખેડૂતો દ્રારા ૧૫ કટ્ટાની આવક થઈ હતી. જેમાં કેશોદ તાલુકાના પ્રાસલી ગામના પ્રથમ ખેડૂત દિલીપભાઈ નારણભાઈ વાઢીયા ૪ કટ્ટા નવું લસણ લઈને ગોંડલ યાર્ડમાં આવ્યા હતા. યાર્ડમાં પેઢી ધરાવતા ગીર એન્ટરપ્રાઇઝ મારફત નવું લસણ લઈને યાર્ડમાં આવ્યા હતા. નવા લસણની હરાજીની શઆત પેહલા પૂજાવિધિ કરી શ્રીફળ વધેરી હરાજી શ કરવામાં આવી હતી. યાર્ડમાં પેઢી ધરાવતા સ્વસ્તિક ટ્રેડિંગના વિનુભાઈ સખીયા દ્રારા નવા લસણની હરાજીમાં મુહર્તમાં ઉંચો ભાવ પિયા ૩૫૧૧ બોલી ખરીદી કરી હતી. ત્યાર બાદ ઉપસ્થિત લોકોએ પ્રથમ ખેડૂત અને વેપારીને ફુલહાર કરી મોં મીંઠા કરવામાં આવ્યા હતા. યારે રેગ્યુલર લસણનો ભાવ રૂા. ૨૫૦૦થી ૩૫૦૦ સુધીનો બોલાયો હતો.ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર મોટામાં મોટું યાર્ડ લસણની આવકમાં ગોંડલ યાર્ડ છે. ત્યારે આજરોજ યાર્ડમાં નવા લસણની આવકનું મુહર્ત થઈ ગયું છે.
આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો જોવા મળશે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર્રભરમાંથી જેવાકે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે. તેવા સંજોગોમાં આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો થવાની શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech