જયપુરમાં બોગસ ડોકયુમેન્ટ પર સેલ્ફ ડ્રાઇવમાં કાર મેળવી છેતરપિંડી કરનાર બેલડી ઝડપાઇ

  • May 23, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજસ્થાનના જયપુરમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઈવમાં કાર મેળવી લઈ રાજકોટ લઈ આવી છેતરપિંડી કરનાર બે આરોપીને ક્રાઈમ બ્રાંચે કાર સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં વિનશ ઉર્ફે બટ્ટો દિલીપભાઈ ભગત (ઉ.વ.૨૭, રહે. હુડકો કવાર્ટર, કોઠારીયા રોડ) અને લકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (ઉ.વ.૨૨, રહે. આશાપુરા શેરી નં.૯, હુડકો, કોઠારીયા રોડ)નો સમાવેશ થાય છે.ક્રાઈમ બ્રાંચે જામનગર રોડ પર આવેલા ભુતનાથ મહાદેવ મંદિર નજીકથી નંબર પ્લેટ વગરની કાર સાથે બંને આરોપીને પકડી પૂછપરછ કરતા આ કાર સેલ્ફ ડ્રાઈવ માટે ભાડે લઈ પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની કબુલાત આપી હતી.


પોલીસે જણાવ્યું કે, આરોપી વિનસ ભગત અગાઉ દારૂ સહિત બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આશરે બે માસ પહેલા આરોપીઓ રાજસ્થાનના જયપુર ગયા હતા. જયાં વિનસે તેના મિત્ર કિશુ મારફતે આરોપી લકીરાજના નામના બોગસ ડોકયુમેન્ટ બનાવી તેના આધારે સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડેથી લઈ રાજકોટ લઈ આવ્યા હતા. ત્યારથી બંને આ કારનો ઉપયોગ કરતા હતા. આ મામલે જયપુર સિટીના શિવદાસપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.આ કામગીરીમાં ક્રાઇક બ્રાંચના પીઆઇ

એમ.આર.ગોંડલીયા,એમ.એલ.ડામોર,સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ વી.ડી.ડોડીયા,હેડકોન્સ્ટેબલ દિપક ભાઈ ચૌહાણ,જયરાજભાઈ કોટિલા અને વિશાલભાઈ દવે સહિતના સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News