ગોંડલના જામવાડી જી.આઇ.ડી.સી.માં આવેલ પ્રાઇમ એગ્રો ફુડ પ્રોડકટ નામના કારખાનામા થયેલી .૫.૩૫ લાખની ઘરફોડ ચોરીના બનાવનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી રાજકોટ અને મોરબીના શખસને ઝડપી લીધા હતાં.પોલીસે આ બેલડી પાસેથી રોકડ .૩.૧૮ લાખ, તથા ડોલર અને દીનાર સહિત વિદેશી ચલણની નોટ તથા કાર સહિત કુલ . ૪.૦૪ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુબજ,ગઇ તા.૨૬૦૧૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે ગોંડલ જામવાડી જી.આઇ.ડી.સી.મા પ્રાઇમ એગ્રો ફુડ પ્રોડકટ નામના કારખાનામાં કોઇ અજાણ્યા શખસે કારખાનાની દીવાલ ટપી ઓફીસની બારીનો સળીયો કાપી ઓફીસ અંદર પ્રવેશી ઓફીસોના દરવાજાના ડીટીઝલ લોક(તાડા) તોડી ટેબલના ખાનાના લોક તોડી ટેબલના ખાનામાં રાખેલ રોકડા .૫,૩૫,૦૦૦ ની ચોરી કરી ગયા અંગે તા.૨૬૦૧૨૦૨૫ ના રોજ ગોંડલ સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી.
ચોરીના આ બનાવને લઇ રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા રાજકોટ એપી હિમકર સિંહની સૂચનાના પગલે બનાવનો ભેદ ઉકેલવા રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફની ટીમો તેમજ બી–ડીવી પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો દ્રારા આજુ બાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવ્યા હતાં. તેમજ અગાઉ આવી એમ.ઓ. ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતાં.
દરમિયાન એલ.સી.બી.ના પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા હેઙકોન્સ. અનીલભાઇ આર.ગુજરાતી, વાઘાભાઇ.એમ.આલ, ભગીરથસીંહ કે.જાડેજા,કોન્સ. મહીપાલસીંહ એમ. ચુડાસમાને મળેલી બાતમી અને સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા આ ગુનામાં ફોર વ્હીલ કારનો ઉપયોગ થયેલ હોવાનુ જણાતા સી.સી.ટી.વી. ફુટેજ આધારે અલગ અલગ શંકાસ્પદ વાહનો અંગે પોકેટકોપથી માહીતી મેળવી આ ગુનામાં એસન્ટ કાર ન.ં જીજે–૦૩–સીએ ૨૩૬૬ વાળીનો ઉપયોગ થયેલ હોવાની માહીતી મળી આવેલ જે માહીતી આધારે તપાસ આગળ ધપાવી હતી.તેવામાં ગોંડલ સુરેશ્વર ચોકડી પાસેથી પોલીસે આ ચોરીમાં બે આરોપી અંકિત મહાદેવભાઇ ઉર્ફે કુમારભાઇ વિકાણી(ઉ.વ.૨૪ રહે. રાજકોટ, ગોંડલ ચોકડી પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગુજરાત પેટ્રોલપપં પાછળ મુળ. રહે. રામપર તા.ટંકારા) અને સુરજ સુખાભાઇ સોલંકી(ઉ.વ.૨૦ રહે. ગોકુલનગર, કાળ ભૈરવના મંદીરની બાજુમાં, સનાળા વિસ્તાર મોરબી) ને ઝડપી લીધા હતાં.પોલીસે આ બંને શખસો પાસેથી રોકડ .૩,૧૮,૯૦૦ તથા વીદેશી ચલણી નોટ ડોલર તથા દિનાર તથા મોબાઇલ ૨,ચોરીમાં ઉપયોગમાં લીધેલ સાધનો, એસન્ટ કાર સહિત કુલ .૪,૦૪,૪૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી અંકિત સામે અગાઉ રાજકોટના બી ડિવિઝન,એરપોર્ટ અને જામનગરના જોડિયા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાઇ ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.જયારે આરોપી સુરજ સામે રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાઇ ચૂકયો છે. ડિટેકશનની આ કામગીરીમાં રાજકોટ એલસીબીની ટીમની સાથે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.પી.ગોસાઇ અને પીએસઆઇ વી.એન.જાડેજા તથા ટીમ પણ સાથે રહી હતી
પરીક્રમા માટે જતા ત્યારે હાઇવે ટચ કારખાનું જોઇ ચોરીનો પ્લાન બનાવ્યો'તો
પોલીસે જણાવ્યું હતું કે, બંને રીઢા આરોપી છે તે અગાઉ જુનાગઢ પરીક્રમમાં જતા હતા ત્યારે અહીં જામવાડીમાં રોડ પાસે આવેલું આ કારખાનું જોયુ હતું અને ત્યારે જ અહીં ચોરી કરવાનું નક્કી કરી લીધું હતું.રોડ પાસે કારખાનું આવેલું હોવાથી ચોરી કર્યા બાદ નાસી જવામાં સરળતા રહે માટે આ કારખાનું પસદં કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech