કચ્છની અગ્રણી વેપાર ઉધોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ધ્વારા આંતરરાષ્ટ્ર્રીય ખ્યાતિ પ્રા અર્થતત્રં અને ટેક્ષેસન વિષે વિશાળ અને ઉડું જ્ઞાન ધરાવતા અને દેશ–વિદેશની અનેક પ્રતિિ ત સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતા અને વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટેન્ટ એવા શ્રી ઘનપતરામ અગ્રવાલજીનું સ્વાવલંબી ભારત ૨૦૪૭ વિષય ઉપર સંવાદ સત્ર ચેમ્બર ભવન ખાતે યોજાયું હતું.
સ્વાગત પ્રવચનમાં ચેમ્બર પ્રમુખશ્રી મહેશ પુજે સૌને આવકારતાં જણાવ્યું હતું કે, ૨૦૪૭માં આપણો દેશ સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે ત્યારે ભારત સમગ્ર વિશ્વમાં આત્મનિર્ભરતાના લક્ષ સાથે દુનિયાની ત્રીજું અર્થતત્રં બનવા જઈ રહયું છે ત્યારે લય પ્રાિના માર્ગમાં અનેક તકો અને અનેક પડકારો હોય છે. સરકાર બ્લ્યુ ઇકોનોમીને પ્રાધાન્ય આપીને ડિફેન્સ, ફાર્મા, ઈન્દ્રા, કૃષિ જેવા અગત્યના સેકટરને વેગ આપવના ધ્યેય સાથે આગળ વધી રહી છે ત્યારે કચ્છના નાના–મોટા ૪ પોર્ટ હોવાના લીધે કચ્છને વધારે લાભ મળશે. કાર્યક્રમમાં ધનપતરામજી અગ્રવાલના વિશાળ જ્ઞાનનો અનુભવ મળશે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વકતા ધનપતરામ અગ્રવાલે ગાંધીધામ ચેમ્બરના કાર્યની પ્રશંસા કરી ૨૦૪૭ માં સ્વાવલંબી અને વિકસિત ભારતનું સ્વપ કેવું હોવું જોઇએ અને રાષ્ટ્ર્રને કેવી રીતે વૈભવશાળી બનાવી શકાય તે વિશે તેમના ઉડા અભ્યાસ અને અનુભવ સાથે વિગતવાર નિષ્કર્ષ ચર્ચા કરી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતા ચેમ્બર કારોબારી સમિતિના સભ્ય કૈલેશ ગોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બરએ અગાઉ તોલાણી કોમર્સ કોલેજ–ટીમ્સ સાથે સંકલન કરી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના કરી આ ક્ષેત્રે યોગદાન આપેલ છે તથા ચેમ્બર ધ્વારા ઇન્ડસ્ટ્રી, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને કચ્છ યુનિવર્સિટીના સહયોગથી આઈ.પી. ક્ષેત્રને પ્રોત્સાહન આપતા વિવિધ સેમીનારોવર્કશોપનું આગામી સમયમાં આયોજન કરી સ્વાવલંબી ભારત બનાવવાની યાત્રામાં સંપૂર્ણ સહયોગ પાઠવશે તેવી ખાત્રી આપી હતી.
કાર્યક્રમના અંતમાં શ્રી કૈલેશ ગોરે આભારવિધિ કરી હતી તથા આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચના પ્રદેશ સંગઠકશ્રી મનોહરલાલ અગ્રવાલ તથા સૌરાષ્ટ્ર્ર પ્રાંતના સહ સયોજક શ્રી જીતેન્દ્રસિંહ સોલંકી, લઘુ ઉધોગ ભારતી–કચ્છના પૂર્વ પ્રમુખશ્રી કિરણ આહિર, મીઠા ઉધોગના અગ્રણી મદનલાલ નાહટા, તોલાણી કોમર્સના પ્રો. તેજસ પુજારા, એ.એલ. રતોલા, ચેમ્બર પૂર્વ પ્રમુખુશ્રી તેજા કાનગડ, કારોબારી સમિતિના સભ્યો સર્વશ્રી બી.એમ ગુા, સતીશ બજાજ, બળવતં ઠકકર, કમલેશ રામચંદાણી, શરદ ઠક્કર, કમલેશ પરિયાણી, વુમન વીંગના વૈભવી કૈલેશ ગોર, તોલાણી કોમર્સ કોલેજના વિધાર્થીઓ, સંકુલના વિવિધ ઉધોગકારો અને મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહયા હતા, તેવું ચેમ્બરની અખબારી યાદીમાં માનદ મંત્રીશ્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓખાના ભરણપોષણના ગુન્હાના આરોપીને ઉતરપ્રદેશમાંથી શોધી જેલ હવાલે કરતી ઓખા મરીન પોલીસ
February 24, 2025 11:33 AMભારતની જીતથી નારાજ પાક ક્રિકેટ ચાહકોએ દુકાનોમાં રાખેલા ટેલિવિઝન સેટ તોડ્યા
February 24, 2025 11:32 AM54 દિવસમાં જ સોનું ૧૧૦૦૦ રૂપિયા વધ્યું, તેજી હજુ ચાલુ રહેશે
February 24, 2025 11:31 AMજામનગર જિલ્લા મહેશ્ર્વરી મેઘવાર સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક
February 24, 2025 11:28 AMઈલોન મસ્કે ₹1 લાખ કરોડ ગુમાવ્યા, અંબાણી-અદાણીને પણ જંગી નુકસાન
February 24, 2025 11:28 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech