મોહનદાસ કરમચંદ ગાંધી...દેશને જીવન અર્પણ કર્યું અને દેશ માટે શહીદ બની ઇતિહાસના પાનાઓમાં અમર બની ગયા.રાજઘાટ પર નિરાંતે સુતેલા ગાંધી કેલેન્ડરમાં ૦૨ ઓક્ટોબર આવે એટ્લે સળવળી ને બેઠા થાય છે. ગોળી મારીને ગાંધીના શરીરને શાંત કરી શકાય પરંતું તેમનાં વિચારો તો અમર અને અવિનાશી છે.ઉલ્ટાનું ગાંધીના મૃત્યુ પછી ગાંધી વિચાર ધારા વધુ પ્રચાર અને પ્રસાર પામી છે. ગાંધી એક ’વ્યક્તિ’ થી ઉપર ઉઠીને એક ’વિચાર’ બની ગયાં છે તેવું મૂળ સિહોરના લેખક અને મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રાકેશ મુનિએ જણાવ્યું હતું.
રાકેશ મુનિ લેખક છે, ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. સિહોર ઇતિહાસના તીર્થસ્થાનો નો સમાવેશ કરી અનેક ગીતોમાં પણ કામ કર્યું છે. તેઓએ સિહોરના પોલીસના પીઆઈ જાડેજાની શુભેચ્છાઓ મુલાકાત લઈ "ગાંધીજી કી લાઠી" નામની કવિતા ભેટ આપી હતી. અગાઉ પણ તેઓએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણમંત્રી સહિતના નેતાઓને રૂબરૂ મળી આ કવિતા ભેટ રૂપે આપી છે. લેખક રાકેશ મુનિ કહે છે કે, કમનસીબી એ છે કે ગાંધીના ટીકાકારો તો ઠીક પણ ગાંધીના ટેકેદારોએ પણ કદી ’ગાંધી વિચાર’ ને સમજવાનો કે અમલમાં મુકવાનો પ્રયત્ન કર્યા નથી.ગાંધીજીની સાથે તેમના વિચારો પણ સરકારી કચેરીઓમાં ટાંગેલી ફોટો ફ્રેમ અને જાહેર ઇમારતોના પૂતળામાં મૃત બનીને રહી ગયા છે.જે ગાંધી એકપણ દિવસની રજા લીધા વિના આજીવન કાર્ય કરતા રહ્યા એ જ ગાંધીનો જન્મ દિવસને આપણે ’જાહેર રજા’ બનાવી દીધી, જેમણે હંમેશ અપરિગ્રહ નો પાઠ શીખવ્યો તે જ ગાંધીના ફોટાવાળી નોટોનો આપણે સૌથી વધુ સંગ્રહ કરીએ છીએ જે દિવસે આપણે ગાંધી ના વિચારોને આચરણમાં મુકવામાં સફળ થઈશું એ દિવસે દાંત વગરના ગાંધીજીના મુખ પર મધુર મુસ્કાન હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech