'૭૦ લાખની વસુલાત માટે જો જર પડશે તો હત્પં સાત કરોડ પિયા પણ ખર્ચી નાખીશ. હત્પં કોઈનાથી બીતો નથી અને જાહેરમાં જ રખડું છું' તેવા ઉગ્ર શબ્દો સાથેનો એક વિડીયો પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી સાથેની વાતચીત વચ્ચેનો વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
આ સંદર્ભે અરવિંદભાઈ રૈયાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આઈડી બનાવીને યુવાનોને સટ્ટો રમાડવાના રવાડે ચડાવી દેવામાં આવે છે. શઆતમાં બે ત્રણ લાખ પિયા જીતાડવામાં આવે છે અને ત્યાર પછી એક– દોઢ કરોડમાં બુચ મારી દેવામાં આવે છે. આ રકમની વસુલાત માટે ખંડણી, ઉઘરાણી કરવામાં આવે છે અને તેમાં બંદૂકના નાળચા દેખાડી ઉઘરાણી કરવામાં આવતી હોય છે.
મારી સાથેની વાતચીતનો જે વિડીયો વાયરલ થયો છે તે એડિટેડ છે. આ બાબતે હત્પં આગામી ત્રણ ચાર દિવસમાં વધુ ખુલાસો કરવાનો છું. પોલીસ કમિશનરને પણ મેં વાત કરી છે.
યુવાનોને ફસાવી શઆતમાં બે– ૩ લાખ પિયા જીતાડી પછી મોટા નુકસાનમાં ઉતારી દેવામાં આવે છે અને આવી પ્રવૃત્તિમાં ફસાયેલા યુવાનો સાથે માથાજીક પણ થતી હોય છે.
જે ઓડિયો વાયરલ થયો છે તેમાં આઈડીમાં ક્રિકેટના સટાની વાત છે કે એમસીએકસ જેવા સટાની વાત તે પણ સ્પષ્ટ્ર થતું નથી. પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી પોતે આ મામલે આગામી દિવસોમાં બધું જાહેર કરશે તેમ જણાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech