ઇન્કમટેકસ વિભાગ દ્રારા દિવાળી પૂર્વે અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી સહિતના સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો છે. આ વચ્ચે રાજકોટમાં સામાકાંઠે ચાંદીના મોટા વેપારી મનાતા રાજુ ગોસ્વામી અને ભાવેશ દેથરિયાની પેઢી ઉપર જીએસટી વિભાગે ટેકસ ચોરીની આશંકાએ તપાસ હાથ ધરતા સામા કાંઠા વિસ્તારમાં સોપો પડી ગયો છે.
મળતી માહિતી મુજબ દિવાળી સમયે જીએસટી વિભાગની પ્રિવેન્શન વિંગએ સામાકાંઠે આવેલી બે પેઢી ઉપર દરોડો પાડી ટેકસ ચોરીની શંકાએ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે. મોરબીમાં કેડા ગ્રુપ ઉપર ડીજીજીઆઇની તપાસ ચાલી રહી હતી ત્યારે રાજકોટના ચાંદીકામ સાથે સંકળાયેલી બે પેઢીનું કનેકશન ખુલતા જીએસટી વિભાગે દરોડો પાડયો હતો અને રાજુ ગોસ્વામી અને ભાવેશ દેથરિયાની પેઢીમાં દસ્તાવેજી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓના કાફલા સાથે બન્ને પેઢીમાં દરોડાથી વિસ્તારમાં અનેક ચર્ચાઓ જાગી હતી. આ મામલે રાજુ ગોસ્વામીએ જીએસટીની તપાસ હોવાનું જણાવ્યું હતું અને કોઇ વાંધાજનક વસ્તુ મળી ન આવી હોવાનું ઉમેરી કહ્યું હતું કે, અગાઉ પણ જીએસટીની ટીમ દ્રારા તપાસ કરવામાં આવી હતી. જયારે કોર્પેારેટર ભાવેશ દેથરિયાએ પણ પોતાની પેઢીમાં જીએસટીનું ચેકિંગ હોવાનું જણાવ્યું હતું.
જોકે, જીએસટી વિભાગ દ્રારા બન્ને પેઢી ઉપર પાડવામાં આવેલા દરોડા કે ત્યાં સર્વે દરમિયાન દસ્તાવેજી પુરાવાઓમાંથી કશું મળ્યું છે કે કેમ ? તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી ન હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિલા પર દુષ્કર્મનું ‘ઝાડું’ ફેરવનાર 'આપ'નો કાર્યકર જેલભેગો, DySp એ વિગતો આપી
May 23, 2025 05:01 PMશાપર-વેરાવળ પોલીસ સ્ટેશન નજીક જ દેશી દારૂના હાટડાઓ ધમધમ્યા, જુઓ Video...
May 23, 2025 04:47 PMપડધરી સરપદડ ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણનું ડીમોલેશન
May 23, 2025 04:46 PMવિસાવદર સરકારી અનાજ ખરીદ તા ફેરિયાઓ ને લીલા લેર...
May 23, 2025 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech