બજાજ ફાઇનાન્સને જીએસટી વિભાગે નોટિસ ફટકારી છે અને વિશદ તપાસ પછી, ડીજીજીઆઈએ બજાજ ફાઇનાન્સને કરચોરી માટે દોષી ઠેરવ્યું છે અને તેને . ૩૪૧ કરોડની ટેકસ ડિમાન્ડ સાથે કારણ બતાવો નોટિસ જારી કરી છે.વીમા કંપનીઓ બાદ હવે ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડર કંપની બજાજ ફાઇનાન્સ ટેકસ ચોરીના આરોપમાં જીએસટી વિભાગના નિશાના હેઠળ આવી છે. જીએસટી વિભાગે કંપનીને . ૩૪૦ કરોડથી વધુની ટેકસ ડિમાન્ડ સાથે કારણ બતાવો નોટિસ જારી કરી છે.
આ આરોપ બજાજ ફાઇનાન્સ પર લગાવવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, જીએસટી ઇન્ટેલિજન્સ ડિરેકટોરેટ જનરલ અથવા ડીજીજીઆઈએ બજાજ ફાઇનાન્સને કરચોરી માટે . ૩૪૧ કરોડની નોટિસ જારી કરી છે. ડીજીજીઆઈ કહે છે કે બજાજ ફાઇનાન્સે ખોટી રીતે સર્વિસ ચાર્જને વ્યાજ ચાર્જ તરીકે દર્શાવ્યો, જેથી ટેકસ બચાવી શકાય. ડીજીજીઆઈએ આ કારણસર નોટિસ મોકલવાનો નિર્ણય કર્યેા. આ નોટિસ જીએસટી ઈન્ટેલિજન્સ દ્રારા બજાજ ફાઈનાન્સને મોકલવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોટિસ મોકલતા પહેલા જીએસટી ઈન્ટેલિજન્સે બજાજ ફાઈનાન્સના ટેકસ કેસની તપાસ કરી અને ચોરીની જાણ થયા પછી જ કારણ બતાવો નોટિસ જારી કરી. કંપની પર જૂન ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ૩૪૧ કરોડ પિયાની કરચોરીનો આરોપ છે.
કંપનીની જવાબદારી રૂા.૮૫૦ કરોડ સુધી પહોંચી
આ કિસ્સામાં, કંપનીએ ચુકવણી ન થાય ત્યાં સુધી ૧૦૦ ટકા પેનલ્ટી, ૧૫૦ કરોડ પિયાનું વ્યાજ અને દરરોજનું ૧૬ લાખ પિયાનું વ્યાજ ચૂકવવું પડી શકે છે. અત્યાર સુધીમાં કુલ જવાબદારી . ૮૫૦ કરોડ સુધી પહોંચી છે. જો કે બજાજ ફાઇનાન્સે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
દેશની સૌથી મોટી કન્યુમર ફાઇનાન્સ એનબીએફસી છે
બજાજ ફાઇનાન્સ એ દશની સૌથી મોટી કન્યુમર ફાઇનાન્સ એનબીએફસી છે, જેમાં ૩.૫૪ લાખ કરોડ પિયાની અસ્કયામતો છે. હાલમાં જીએસટી વિભાગ દ્રારા ઘણી કંપનીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે. એક દિવસ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે જીએસટી વિભાગે એચડીએફસી ,ઈઆરજીઓ અને સ્ટાર હેલ્થ સહિત ૨૦ સામાન્ય વીમા કંપનીઓને . ૨ હજાર કરોડથી વધુની કરચોરી બદલ નોટિસ મોકલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech