તજજ્ઞો દ્વારા અપાયું માર્ગદર્શન: સેમીનારમાં કારોબારીના સભ્ય, વ્યવસાયીક એસો.ના પ્રતિનિધિઓ, વેપારી ઉદ્યોગકારો સલાહકારો ઉપસ્થિત રહ્યા
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરકાર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ જીએસટીની એમનેસ્ટી સ્કીમ બાબત એક માર્ગદર્શક સેમીનારનું આયોજન તા. 28-1-2025ના રોજ કરવામાં આવેલ હતું. આ સેમીનારમાં સંયુકત રાજય કર કમિશનર ધર્મજીત યાજ્ઞિક ખાસ ઉપસ્થિત રહેલ હતા તેમજ તેમની સાથે જામનગર જીએસટી કચેરીના વિવિધ અધિકારીઓ હાજર રહેલ હતા. સેમીનારની શરુઆતમાં ચેમ્બર પ્રમુખ એ શબ્દોથી સ્વાગત કરતા જણાવેલ હતું કે ચેમ્બરની પ્રણાલી મુજબ સરકાર દ્વારા કોઇપણ નવા કાયદા કે સ્કીમો બહાર પાડવામાં આવે ત્યારે તેને વેપારીઓ ઉદ્યોગકારો તથા કરદાતાઓને અવગત કરવા આવા સેમીનારો યોજતી હોય છે. આશા છે કે જીએસટીની આ એમનેસ્ટી સ્કીમ પણ કરદાતાઓને ખુબ જ ઉપયોગી થશે તેમજ વધુમાં વધુ લોકોને આ સ્કીમનો લાભ અનુરોધ કરેલ હતો. સેમીનારમાં ઉપસ્થિત મહેમાનોનું ચેમ્બરના હોદેદારો તથા આમંત્રિત એસો.ના હોદેદારોએ પુષ્પચ્છથી સન્માન કરેલ હતું.
આ તકે સેમીનારમાં ખાસ ઉપસ્થિત સંયુકત રાજય કર કમીશનર ધર્મજીત યાજ્ઞિક તેમના પ્રતિભાવમાં આ સ્કીમ વિશે જણાવેલ કે સરકાર દ્વારા કરદાતાઓના હિતને ઘ્યાને લઇ જીએસટી કાયદાની કલમ 73 અને 74 હેઠળ જે દંડ અને વ્યાજની જોગવાઇ છે તે કલમમાં સુધારો કરી નવી કલમ 16(પ) 16(6) 128એ લાગુ કરી એમનેસ્ટી સ્કીમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે વધુમાં જામનગર ચેમ્બર સરકાર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવતા કાયદાઓ તથા આવી કિસમો વિશે કરદાતાઓને કાયદાના અમલીકરણ માટે જાગૃત કરવા તથા માહિતગાર કરવા હંમેશા સરકાર સાથે તાલ મેલ મેળવી કાર્યક્રમો કરતી રહે છે આથી સૌ કરદાતાઓને આ સ્કીમનો લાભ લેવા અનુરોધ કરેલ હતો.
આ સેમીનારમાંવકતા તરીકે જીતેશભાઇ પુનવાણીએ જીએસટીની આ નવી સ્કીમ અંગેમ ાહિતી આપતા જણાવેલ કે જીએસટીનો કાયદો જયારથી અમલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી સરકાર દ્વારા સુધારા વધારા કરવામાં આવેછે અનેક નવા નોટીફીકેશનો તથા સકર્યુલરો બહાર પડેલ છે જેમાં ખાસ કરીને કરદાતાઓને ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવવામાં તેમજ રિફંડ મેળવવામાં પણ મુશ્કેલી પડેછે. જેથી સરકાર તથા કરદાતાઓ વચ્ચે સંઘર્ષ થતાં લીટીગેશન ઉપસ્થિત થાય છે. અને કેસોનો ભરાવો થાય છે. આથી સરકાર દ્વારા જીએસટી કાઉન્સીલની 54મી બેઠકમાં કલમ 73 અને 74 હેઠળ દંડ અને વ્યાજની પડતર અપીલો કેસોના નિકાલમ ાટેનવી કલમ 16(પ) 16(6) 128એ લાગુ કરી એમેનસ્ટી સ્કીમ બહાર પાડવામાં આવેલ છે. આ સ્કીમનો લાભ લેવા માટે કરદતાઓનએ જીએસટીના પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ તકે ઉપસ્થિત વેપારીઓ ઉદ્યોગકારો તથા કરવેરા સલાહકારોએ પ્રશ્ર્નોતરી કરેલ હતી જેના સંતોષકારક પ્રત્યુતરો આપવામાં આવેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech