ભાટીયાની લોહાણા મહાજનની વાડીના પટાંગણમાં તા.૨૭-૨-૨૦૨૫ ગુવારનાં રોજ સમસ્ત ભાટીયા -બારાડી વૈષ્ણવ સમાજ દ્વારા પુષ્ટિમાર્ગીય ફુલફાગ હોલી રસિયા ઉત્સવ પુ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદય- જામનગરની ઉપસ્થિતિ અને સાંનિઘ્યમાં શ્રીનાથજી કિર્તન મંડળ જામનગર દ્વારા ફુલફાગ હોલી રસીયા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે.
સાંજે ૪.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી નિલેશભાઇ કાનાણીના માર્ગદર્શન હેઠળ યોજાશે, હોલી રસીયા પ્રસંગ દ્વારકા, કલ્યાણપુર વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેક, ભાગવત કથાકારો પ.પુ. મગનભાઇ રાજયગુરૂ(બાપજી), પુ. અરૂણભાઇ ભટ્ટ (શાસ્ત્રીજી), જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચુરા, જામનગર સમસ્ત વૈષ્ણવ સમાજનાં પ્રમુખ વજુભાઇ પાબારી, વૈષ્ણવ અગ્રણી ભરતભાઇ મોદી, ઇશ્ર્વરભાઇ ઝાંખરીયા, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, કલ્યાણપુર મામલતદાર રામભાઇ સુવા, ગાગા બેઠકના મુખ્યાજી કાનુભાઇ શર્મા, પીંડારા બેઠકજીનાં મુખ્યાજી પંકજભાઇ શર્મા, ભાટીયા હવેલીનાં મુખ્યાજી નારાયણભાઇ શર્મા તેમજ આગેવાનો નારાણભાઇ કરંગીયા, ડી.એલ. પરમાર, વિઠ્ઠલભાઇ સોનગરા, લખુભાઇ સામાણી, દામભાઇ દાવડા, નિલેશભાઇ દતાણી, વિઠ્ઠલભાઇ મશરૂ, શૈલેશભાઇ સોની, જયેશભાઇ કોટેચા, જયોત્સનાબેન ગોકાણી, પલ્લવીબેન દાવડા સહિત વિવિધ ક્ષેત્રનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનાં સંયોજક નિલેશભાઇ કાનાણી તથા ગ્રુપ વ્યવસ્થા કરશે.