ઢેબર રોડ પર આવેલા નારાયણનગરમાં ચાર માસ પૂર્વે ઘરમાં ચોરી કરી આગ લાગડવાના ગુનામાં નાસતા ફરતા જૂનાગઢના માતા–પુત્રને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ઘટનાના વિશ દિવસ પુર્વે બે જુથ વચ્ચે અથડામણ થઇ હોય જેમાં યુવાનની હત્યા થઇ હતી.જેનો ખાર રાખી મૃતકના પરિવારજનોએ આ કૃત્ય આચયુ હતું.
જાણવા મળતી વિગતો મુજબ,ઉચ્ચ પોલીસ અધિકારીઓના સૂચનના પગલે ક્રાઇમ બ્રાંચની પીએસઆઇ એમ.કે.મોવાલીયા તથા તેમની ટીમ આ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે તપાસમાં હતી.દરમિયાન એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, કોન્સ. તુલસીભાઇ ચુડાસમાને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ ચોકડી પાસેથી ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરી અને મકાનને આગ લાગાવડવાના ગુનામાં ફરાર આરોપી સની ચંદુભાઇ ચુડાસમા(ઉ.વ ૨૦ રહે.ઇવનગર,જુનાગઢ) અને જયાબેન ચંદુભાઇ ચુડાસમાં(ઉ.વ ૪૫) ન ઝડપી લીધા હતાં.બંને આરોપીઓને ભકિતનગર પોલીસના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી નારાયણનગર–૧૦ ઢેબર રોડ પર રહેતા રેખાબેન મનસુખભાઇ ચુડાસમાંએ ગત તા.૩૦૮ ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આઠ આરોપીઓ વિધ્ધ તેમના બધં મકાનના તાળા તોડી ઘરમાં ઘૂસી અહીંથી .૩૦ હજારની મત્તાની ચોરી કરી અને ઘરમાં આગ લગાડી .૧૦ હજારનું નુકશાન કર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે, આ બનાવના ૨૦ દિવસ પૂર્વે ફરિયાદીના ભાઇ અને આરોપીઓ સંબંધી વચ્ચે મારામારી થઇ હતી.જેમાં સુરેશ સોલંકીનું મોત થયું હતું.
આ બાબતનો ખાર રાખી આ ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech