પોકસોના ગુનામાં સજા બાદ પેરોલ પર છુટી ૯ વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

  • April 07, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોકસોના ગુનામાં સાત વર્ષની સજા પડયા બાદ પેરોલ પર જેલમુકત થઇ નવ વર્ષથી ફરાર થઇ ગયેલા આરોપીને પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે મહારાષ્ટ્રના પુનાના પીપરી ચીંચવડ ગામેથી ઝડપી લીધો હતો.જયારે આ ટીમે અન્ય એક કામગીરીમાં ચીલઝડપના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


પોલીસ કમિશરન બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા પેરોલ જમ્પ અને નાસતા ફરતા આરોપીનો ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત પેરોલ ફર્લો સ્કોવર્ડના પીઆઇ બી.એમ.ઝણકાંટની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.એન.ગઢવી તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના પુનાના પીપરી ચીંચવડ ગામેથી પાકા કામના કેદી નિતેષ ઉર્ફે ચીકુ વિનોદભાઇ શાહ(ઉ.વ ૨૮ રહે. મહાલુંગે રોડ ચીંચવડ) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપી સામે થોરાળા પોલીસ મથકમાં પોકસોનો ગુનો નોંધાયા બાદ આ કેસ ચાલી જતા અદાલતે આરોપીને સાત વર્ષની સજા ફટકારી હતી.દરમિયાન નવ વર્ષ પૂર્વે પેરોલ પર જેલમુકત થયા બાદ આરોપી નાસતો ફરતો હતો.જેને પોલીસે ઝડપી લઇ રાજકોટ જેલહવાલે કર્યો હતો.


જયારે અન્ય કામગીરીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીલઝડપના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મિરાઝ વલ્લભભાઇ કાપડી(ઉ.વ ૩૨ રહે. મૂળ મંગલધામ સોસાયટી, જુનાગઢ હાલ અંધેરી વેસ્ટ મુંબઇ) ને મુંબઇથી ઝડપી લઇ રાજકોટ જેલહવાલે કર્યો હતો. આ બંને કામગીરીમાં રાજકોટ પેરોલ ફર્લો સ્કોવર્ડના એેઅસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, શામતભાઇ ગઢવી, રાજદિપસિંહ ચૌહાણ,સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા,શાંતુબેન મુળીયા અને દોલતસિંહ રાઠોઠ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application