ત્રણ શખ્સો સામે હાથ ધરાતી કાર્યવાહી
ખંભાળિયાથી આશરે 12 કિલોમીટર દૂર કંડોરણા ગામની સીમમાં કેશુભાઈ ગોધમ નામના એક આસામીની વાડીમાં રાખવામાં આવેલું ખાનગી ટાવર કંપનીનું રૂપિયા અઢી લાખની કિંમતનું ગેલવેનાઈઝ ઇલેક્ટ્રીક ટાવરનું મટીરીયલ થોડા દિવસો પૂર્વે કોઈ શખ્સો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું.
આ પ્રકરણ સંદર્ભે અહીંના હરીપર વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર પ્રદીપભાઈ દેવશીભાઈ કરમુર (ઉ.વ. 34) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં અત્રે રાવળ પાડો વિસ્તારમાં રહેતા સાદિક મુસાભાઈ સાટી (ઉ.વ. 38), બજાણા ગામના દિલીપ ડાડુભાઈ કનારા (ઉ.વ. 30) તેમજ અત્રે બેઠક રોડ વિસ્તારમાં રહેતા ધરણાત ઉર્ફે ધનો નારણ કાંબરીયા (ઉ.વ. 44) નામના ત્રણ શખ્સો સામે ધોરણસર કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં અહીંના પી.એસ.આઈ. વી.બી. પિઠીયા દ્વારા ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
ખંભાળિયા નજીક કારની અડફેટે બે બંધુઓ ઈજાગ્રસ્ત
ખંભાળિયા નજીક જામનગર - દ્વારકા હાઈવે પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પૂર ઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા એક સ્વિફ્ટ મોટરકારના ચાલકે આ માર્ગ પર જી.જે. 10 ડી.બી. 4688 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા ભાવિનપુરી અશ્વિનપુરી ગોસ્વામી (ઉ.વ. 25) તથા તેમના ભાઈના આ મોટરસાયકલને ઠોકર મારતા તેઓને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે ભાવિનપુરી ગોસ્વામીની ફરિયાદ પરથી કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે.
મીઠાપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં હાલ રહેતી અને નાયાભાઈ વીરાભાઈ લધાની 24 વર્ષની પરિણીત પુત્રી ભારતીબેન કરણ દેશુરભાઈ હાથીયાને તેણીના લગ્નજીવન દરમિયાન ગોરીયાળી ગામે રહેતા તેણીના પતિ કરણ દેશુરભાઈ હાથીયા તથા મુરા આશાભાઈ હાથીયા દ્વારા નાની-નાની વાતે ઝઘડા કરી, શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતા આ અંગે મીઠાપુર પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દ્વારકામાં છરી સાથે બે શખ્સો ઝડપાયા
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા બાલુભા ઘેલુભા સુમણીયા (ઉ.વ. 22) તથા વરવાળા ગામના લાલા વિરમ ચૌહાણ (ઉ.વ. 32) ને છરી સાથે નીકળતા ઝડપી લઇ, બંને સામેથી જી.પી. એક્ટની કલમ 135 (1) હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech