દેશમાં સ્પામ કોલ અને મેસેજની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ટ્રાઈના પ્રયાસો છતાં આવા કિસ્સાઓ ઓછા થઈ રહ્યા નથી. તાજેતરમાં જાહેર કરાયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે મુજબ, લગભગ ૯૫% ભારતીયો હવે દરરોજ અનિચ્છનીય કોલ અને મેસેજનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ૬ મહિનામાં આ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત ફોનમાં હાજર ડીએનડી ફીચર પણ આવા કોલ્સને રોકવામાં મદદપ સાબિત નથી થઈ રહ્યું.
તાજેતરમાં, લોકલ સર્કલએ એક સર્વે હાથ ધર્યેા છે, જે મુજબ ૯૫% ભારતીય મોબાઈલ વપરાશકર્તાઓ હવે દરરોજ સ્પામ કોલ્સ પ્રા કરી રહ્યા છે. લોકોને છેતરવા માટે સ્કેમર્સ પણ અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. સર્વે અનુસાર, ૭૭% મોબાઈલ યુઝર્સ દરરોજ ઓછામાં ઓછા ત્રણ વખત આવા કોલ મેળવી રહ્યા છે. હોમ લોન, ક્રેડિટ કાર્ડ સહિતના નાણાકીય ક્ષેત્રમાંથી આવા કોલ આવી રહ્યા છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ૬ મહિનામાં આવા કેસ અગાઉના ૫૪% થી વધીને ૬૬% થઈ ગયા છે.
સ્માર્ટફોન અને ટેલિકોમ કંપનીઓ દ્રારા ઉપયોગમાં લેવાતી ડુ નોટ ડિસ્ટર્બ ફીચર પણ હવે કામ કરતું નથી. લોકો સ્પામ કોલ અને મેસેજથી ખૂબ જ પરેશાન છે. સાથે જ સ્કેમર્સ પણ લોકોને છેતરવા માટે અલગ–અલગ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને પ્રમોશનલ મેસેજ બધં કરવા માટે નિર્દેશ આપ્યો હતો. તેની અંતિમ તારીખ ૧ સપ્ટેમ્બર હતી. પરંતુ હવે તેની સમયમર્યાદા વધારીને ૧ ઓકટોબર, ૨૦૨૪ કરવામાં આવી છે. ટ્રાઈ ટૂંક સમયમાં નકલી અને સ્પામ કોલ પર અંકુશ લાવવા માંગે છે. ટ્રાઈએ કહ્યું હતું કે જો કોઈ એન્ટિટી સ્પામ કોલ કરવા માટે તેની એસઆઈપીપીઆરઆઈ લાઈનોનો દુપયોગ કરે છે, તો એન્ટિટીના તમામ ટેલિકોમ સંસાધનો તેના ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર દ્રારા ડિસ્કનેકટ કરવામાં આવશે. એટલું જ નહીં, તે યુનિટને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech