ખોડલધામ સમિતિ અને ઓશવાળ આયુષ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ કેમ્પ
જામનગર શહેરના જરૂરિયાતમંદ નાગરિકોને ઉત્તમ અને નિષ્ણાત તબીબી સેવાઓ નિઃશુલ્ક આરોગ્ય સેવા મળી રહે, તેવા ઉમદા હેતુથી શ્રી ખોડલધામ જામનગર સમિતિ તથા ઓશવાળ આયુષ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સેવા યજ્ઞ એટલે કે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા મેડિકલ કેમ્પ આવતીકાલે તારીખ ૦૯/૦૫/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી કાલિંદી વર્લ્ડ સ્કુલ, સેટેલાઈટ મેઈન રોડ, જામનગર ખાતે યોજાશે.
આ સેવા યજ્ઞમાં વિવિધ અને મહત્વપૂર્ણ તબીબી વિભાગોના નિષ્ણાત તબીબો દ્વારા સેવા આપવામાં આવશે, જેમાં મુખ્યત્વે કાર્ડિયોલોજી (હૃદય રોગ), ન્યરો સર્જરી (મગજ અને કરોડરજ્જુ સંબંધિત), યુરો સર્જરી (મૂત્રપિંડ અને મૂત્રમાર્ગ સંબંધિત), જનરલ મેડીસીન (સામાન્ય દવા), ગાયનેકોલોજી (સ્ત્રી રોગ), કેન્સર વિભાગ અને ઓર્થોપેડિક (હાડકાંના રોગ) જેવી સ્પેશ્યાલીટીનો સમાવેશ થાય છે. દર્દીઓને નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ અને માર્ગદર્શન નિઃશુલ્ક પૂરું પાડવામાં આવશે.
આ કેમ્પમાં આવનાર દર્દીઓ માટે બ્લડ પ્રેશર અને બ્લડ સુગર અને ઇ.સી.જી. (હૃદયના ધબકારા) જેવી પ્રાથમિક તપાસણીઓ પણ તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે, જે નિદાન પ્રક્રિયામાં મદદરૂપ થશે. ઓશવાળ આયુષ હોસ્પિટલ અને ખોડલધામ જામનગર સમિતિના આ સંયુક્ત પ્રયાસ દ્વારા વધુને વધુ લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે યોગ્ય સમયે નિષ્ણાતની સલાહ અને તપાસ મેળવી શકે તેવો ઉદ્દેશ્ય છે. જામનગર અને આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક સેવા યજ્ઞનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાગેશ્વર-ગોપી તળાવ, શિવરાજપુર બીચમાં ટુરીસ્ટોની પાંખી હાજરી
May 17, 2025 10:59 AMરાજકોટ : કેસરી પુલ પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી
May 17, 2025 10:56 AMદ્વારકાના હેડ કોન્સ્ટેબલની પ્રામાણીકતા
May 17, 2025 10:56 AMરાજકોટ : વગડ ચોકડીએ અક્સ્માત થતા કાર પલટી મારી ગઈ
May 17, 2025 10:54 AMસાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
May 17, 2025 10:52 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech