કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ રજુ કરનાર 100 સ્માર્ટ સિટી પૈકી બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરનાર 18 શહેરોમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ રાઇઝની પસંદગી કરવામાં આવતા વિશેષ ગ્રાન્ટ પણ મળશે. દરમિયાન વિશેષમાં મહાપાલિકાના ચીફ પયર્વિરણ ઇજનેર નિલેશ પરમારાએ જણાવ્યુ હતું કે ઉપરોક્ત પ્રોજેક્ટમાં પસંદગી થતા આગામી દિવસોમાં રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનના દેશો તેમજ અન્ય એજન્સીઓ તરફથી રૂપિયા 135 કરોડની સહાય લોન પેટે મળશે અને તેનું રિપેમેન્ટ કેન્દ્ર સરકાર કરશે.
મહત્વપૂર્ણ ઘટનાક્રમની વિગતો જાહેર કરતા મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ફ્રેંચ ડેવલોપમેન્ટ એજન્સી, યુરોપિયન યુનિયન, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સ સાથે ભાગીદારીમાં જોડાઈને સિટીઝ 2.0 ( સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટિવ, ઇન્ટિગ્રેટ અને સસ્ટેઇન 2.0) પ્રોગ્રામને મંજૂર કરવામાં આવેલ હતો. સિટીસ 2.0 અંતર્ગત સરકયુલર ઈકોનોમી ઉપર ભાર આપીને ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેંટના બેસ્ટ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવશે.
સિટીઝ 2.0 પ્રોજેક્ટ હેઠળ તમામ 100 સ્માર્ટ સિટીમાંથી 18 સ્માર્ટ સિટીની પસંદગી કરી તેમને વધુમાં વધુ રૂ.135 કરોડ અથવા કુલ પ્રોજેક્ટ ખર્ચના 80 ટકા પૈકી જે ઓછું હોય તે આપવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ સિટીને પ્રોજેક્ટ્સની ડિઝાઇન, વિકાસ અને અમલીકરણ માટે જાણીતા ઇન્ટરનેશનલ નિષ્ણાતો દ્વારા ટેકનીકલ માર્ગદશનનો પણ લાભ મળશે. ભારત સરકાર દ્વારા સિટીઝ 2.0માં નવો ચીલો પાડીને માથા દીઠ વસતિના બદલે સિટીની જરૂરિયાત, ગ્રોથ, અને વિસ્તારના આધારે ગ્રાન્ટ આપવાનું નક્કી કરેલ છે.
આ પ્રોગ્રામ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ સ્માર્ટ સિટી એ ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને લગત સિટીના ભવિષ્યને અનુરૂપ વિઝન ડોક્યુંમેન્ટ બનાવીને સબમિટ કરવામાં આવેલ હતું, જેને પ્રોજેક્ટ રાઈઝ (રાજકોટ ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ 2 ઇન હેન્સ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી) નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ, પ્લાન્ટનું અપગ્રેડેસન તથા હાલની સોલિડ વેસ્ટ અંતર્ગત જુના થઇ ગયેલા સિસ્ટમમાં જ્યાં ત્રુટીઓ રહેલ હોય ત્યાં આધુનિક પ્લાન્ટ / સિસ્ટમનું નિમર્ણિ કરીને સરકયુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-1 માં ડીટેલ ઇન્ફોર્મેશન રીપોર્ટ બનાવીને આખા ભારતમાંથી 100 સ્માર્ટ સિટી દ્વારા રજુ કરવામાં આવેલ હતો, જેમાં પ્રારંભિક તબક્કે 36 સ્માર્ટ સિટીની થયેલ, જેમાં રાજકોટનો પણ સમાવેશ થયેલો, જે અંતર્ગત ફેઝ-2 માં આ 36 સ્માર્ટ સિટીને દિલ્હી ખાતે રૂબરૂ ડીટેલડ પ્રેઝન્ટેશન માટે આમંત્રિત કરવામાં આવેલ હતા. જેમાં રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતોની પેનલ સમક્ષ સંપૂર્ણ પ્રોજેક્ટની ડીટેઈલ ચચર્િ સાથે પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટના વિઝન ડોક્યુમેન્ટની રજૂઆતને અસરકારકરીતે રજુ કરવામાં આવેલ, જેના પરિણામે રાજકોટ શહેરનું ભારત સરકારશ્રીના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ઓનલાઈન મીટીંગ કરીને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવેલ. જેમાં સમગ્ર ભારતમાંથી 18 સિટી પસંદ થયા હતાં જેમાં ગુજરાત રાજ્યમાંથી ફક્ત એક શહેર રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી હતી.
પસંદગી પામેલા પ્રોજેક્ટ અંતર્ગત શું કરાશે ?
(1) રૈયાધાર ટ્રાન્સ્ફર સ્ટેશનનું નવીનીકરણ
(2) ઓટોમેટીક એમ આર એફ ફેસીલીટીનું નિમર્ણિ
(3) ક્ધસ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ કલેકશન સેન્ટર તથા તેમના પ્રોસેસિંગ માટેના પ્લાન્ટનું નિમર્ણિ
(4) આઇસીટી (ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીસ) બેઇસ સિસ્ટમનું ઈમ્પલીમેટેન્સન
પ્રોજેક્ટ રાઇઝનો મુખ્ય હેતુ શું?
પ્રોજેક્ટ રાઇઝ નો મુખ્ય હેતું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાંથી રીસોર્સે રીકવરી કરી સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવાનું, પ્રદુસણમાં ઘટાડો કરીને સિટીના ઓવેરઓલ હાઇજીનમાં સુધારો કરવાનો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ઇન્ફોર્મલ વેસ્ટપીકર્સના લાઈવલીહૂડમાં સુધારો કરવાનો તથા ભારત સરકારના સસ્ટનેબેલ ગોઅલના અચીવમેંટમાં ક્ધટ્રીબુટ કરવાનું છે. પ્રોજેક્ટ રાઈઝ રાજકોટ સિટીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા ઉપરાંત માનનીય પ્રધાનમંત્રીના નેટ ઝીરો એમિસનના લક્ષ્યને હાંસલ કરવામાં પણ મદદરૂપ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech