એલસીબીએ શહેરની મુખ્ય બજારમાં આવેલા કોમ્પ્લેક્ષની ગેલેરીમાં જુગાર રમી રહેલા ચાર શખ્સને રોકડ રૂ.૩૪,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
એલ.સી.બીનો કાફલો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે મેઇન બજાર, વોરા શેરીમાં આવેલ શ્રીપાલ ચેમ્બર્સના પહેલા માળે ગેલેરીની બત્તીના અંજવાળે જુગાર રમી રહેલા આરીફ ઉસ્માનભાઇ ધોળીયા (ઉ.વ.૩૮ રહે.ફલેટ નંબર-૩૦૩,આફરીન ફલેટ,પ્રભુદાસ તળાવ ચોક, ભાવનગર), મુસ્તાક અબ્દુલભાઇ કુરેશી (ઉ.વ.૩૪ રહે.સીદ્દીના તકિયા પાસે, મદ્દેસાની બાજુમાં, વડવા નેરા, ભાવનગર), જોહેબ રહેમતુલ્લાભાઇ હવેજ (ઉ.વ.૩૮ રહે.ટેનામેન્ટ નં.૮,ફિરદૌસ ટેનામેન્ટ નુર પાન સામે, જમનાકુંડ ભાવનગર) અને આશીફ દિલાવરભાઇ રાઠોડ (ઉ.વ.૩૫ રહે.બ્લોક નંબર-૦૪, જુના બરફના કારખાના પાસે, પારસી અગિયારી સામે, રાણીકા,ભાવનગર)ને ઝડપી લઈ રૂ.૩૫,૦૦૦ મળી કુલ રૂ.૩૪,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા અને એજાજખાન પઠાણસહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech