પિતા-પુત્રો ઉપર હુમલા મામલે બે કિશોર સહિત ચાર શખ્સ ઝડપાયા

  • September 26, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાળીયાબીડ વિસ્તારમાં કાર સાથે બાઈક અથડાવવાના મામલે શખસોએ પિતા ના અને બે પુત્ર ઉપર હુમલો કરી માર ના મારી, ૫૦ હજારની લુટ ચલાવ્યા સંદર્ભે ફરીયાદ નોંધાવા પામી હતી. જે મામલે ડા પોલીસે બે સગીર સહીત ચારની નાં ધરપકડ કરી લઈ કોર્ટમાં રજુ કરતા કોર્ટે =લ બે શખસને જેલ હવાલે કરી દીધા હતા. જ્યારે બે સગીરને રાજકોટ ઓબ્ઝર્વેશન રૂમ હવાલે કરી દેવાયા હતા.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે,ન્યુ ભગવતી સોસાયટીમાં રહેતા લખમણભાઈ વશરામભાઈ કીકાણીએ નિલમબાગ પોલીસ મથકમાં યોગી ગોહીલ, દિપ કાઠી, પાર્થ રાવ, સહીતના સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના નવ કલાકના અરસા દરમિયાન બજરંગદાસ બાપાની મઢુલી પાસે
પાછળથી આવી રહેલી થાર નંબર જીજે. ૧૪. બીડી- ૦૫૦૧ના ચાલકે તેના બાઈકને ટલ્લો મારી તેને તેમજ તેના પૌત્રને પછાડી દઈ શખસોએ સમાન ઈરાદાથી હથીયારો સાથે હુમલો કરી તેને માર મારી, કપડા ફાડી નાખ્યા હતા. દરમિયાન તેના દિકરા મેહુલભાઈ અને કૌશીકભાઈ આવી તેને બચાવવા વચ્ચે પડતા બન્નેને માર મારી હથીયારથી ઈજા પહોંચાડી તેના દિકરા મેહુલના ખીચ્ચામાં રહેલા રૂા. ૫૦ હજાર કોઈ શખસે ઝુંટવી લઈ કપડા ફાડી નાખ્યા હતા. ઉક્ત બનાવ અનુસંધાને નિલમબાગ પોલીસે તમામ સામે બીએનએસ એક્ટ ૩૦૯(૬), ૧૮૯ (૨), ૧૯૧(૨), ૨૮૧ તેમજ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી ગુનાના કામે બે કાયદાના સંઘર્ષમાં રહેલા બાળ કિશોર અને પાર્થીવ ઉર્ફે પાર્થ રમેશભાઈ રાવ (ઉ.વ. ૧૮, રે. ગોકુળનગર સોસાયટી, કાળીયાબીડ), યોગીરાજસિંહ રવિરાજસિંહ ગોહિલ (ઉ.વ. ૧૯, રે. શાંતિનગર-૧, કાળીયાબીડ)ની ધરપકડ કરી થાર કાર અને કારમાં રહેલા રોકડ રૂા. ૩ લાખ કબ્જે  કર્યા હતા. જયારે ઉક્ત ગુનામાં હજુ દિપક કાઠી ફરાર હોય જેને પકડવા પોલીસે ટીમ બનાવી છે. દરમિયાન ઝડપાયેલા બે સગીરને રાજકોટ ઓબઝર્વેશન રૂમ મોકલી અપાયા હતા. જ્યારે અન્ય યોગીરાજ અને પાર્થીવને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્નેને જેલહવાલે કરી દેવાનો હુકમ ફરમાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application