ભારવાડા નજીક સીમમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા

  • May 30, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારવાડા નજીક સીમમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા છે જેમાંથી ત્રણ ઇસમો નાશી ગયા હતા. અને પોલીસે કાર સહિત ૩,૩૬,૧૨૦નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
ભારવાડાની ભાદા સીમમાં જતા રોડની સાઇડમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો હતો જેમાં સોઢાણા ગામે રહેતા હમીર અરભમ વિસાણા, ભારવાડાના સવદાસ માલદે ઓડેદરા, પ્રતાપ હરદાસ ઓડેદરા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગડુ ગામના રાજુ મેરુ ઓડેદરાને પોલીસે ૨૪,૧૨૦ની રોકડ ૧૨૦૦૦ના ચાર મોબાઇલ તથા ૩ લાખની કાર સહિત કુલ ‚ા. ૩,૩૬,૧૨૦ના મુદ્ામાલ સાથે પકડી લીધા હતા. દરોડા દરમ્યાન પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતો મેરુ વિરમ મૈયારીયા, પાંડાવદરનો લાખાભાઇ અને ખંભાળીયાનો વિનોદભાઇ નાશી ગયા હતા જેથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application