પોરબંદરના હિરલ જાડેજા સહિત ચાર સાગરીતો સામે બોગસ પેઢી બનાવી ફ્રોડ ના નામે નાણાં જમા કરાવી ઉપાડી લીધા નો સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એસ ઓ જી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે બેંક ખાતા ખોલાવવા ઉપયોગમાં લેવાયેલ ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા અને કેટલી રકમ ઉપાડી છે તે અંગે તપાસ શરૂ કરાય છે.
પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસના સાયબર ફ્રોડમાં સંડોવાયેલ બેન્ક ખાતા અને પેઢી અંગે તપાસ કરવા પત્ર લખવામાં આવ્યો હતો જુનાગઢ સાયબર પોલીસ દ્વારા તપાસ કરતા અર્હમ કોમોડિટીના પ્રતાપ ભરાઈ, વિઠ્ઠલ પ્લસ કોમોડિટીના પારસ જોશી અને ભરત એન્ટરપ્રાઇઝના ભરત સુતરેજા નામની પેઢી ખોલી ત્રણ વ્યક્તિના ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ સહિતની બેન્કોમાં કુલ ૨૨ ખાતા ખોલાવવામાં આવ્યા હતા. સાયબર પોલીસની ટીમે તમામ લોકોની પૂછપરછ કરતા આ લોકોએ પોરબંદરના હીરલબા જાડેજાએ ગત જુલાઈ માસમાં ટેલીફોન સંપર્ક કરી ગોડાઉન ખોલી નાના મોટા ધંધા કરવાનું પ્રલોભન આપ્યું હતું અને પ્રતાપભાઈ નામનું આધાર કાર્ડ અને પાનકાર્ડ મેળવી લીધું હતું
આ ઉપરાંત સચિન મહેતા અને નૈતિક માવાણી તે જુનાગઢ આવીને સંપર્ક કરશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ હિરલબાના માણસોએ પ્રતાપભાઈનો સંપર્ક કર્યો હતો અને દિવાન ચોકમાં બોલાવી અર્હમ કોમોડિટીઝના નામની પેઢીના ભાડા કરાર કરાવી લીધો હતો જેમાં નોટરી પાસે જઈ પ્રતાપભાઈના સહી-સિકકા કરાવી લીધા હતા અને પ્રતાપભાઈ ની જાણ બહાર જ અરહમ કોમોડિટીઝ નામની પેઢીના ખોટા દસ્તાવેજ બનાવી બોગસ પેઢી ઊભું કરી જીએસટી નંબરના આધારે અલગ અલગ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી લીધા હતા.
બાદમાં પ્રતાપભાઈને પણ આપી બેન્ક એકાઉન્ટના કોરા ચેક અને આરટીજીએસ ફોર્મ માં સહી કરાવી લીધી હતી થોડા સમય બાદ હિરલબા જાડેજાના બીજા એક માણસ હિતેશ ભીમા ઓડેદરા અને નૈતિક માવાણી એ પ્રતાપભાઈને ટ્રાઈનટ પ્લાઝા ખાતે બોલાવી કોરા ચેક અને આરટીજીએસ ફોર્મમાં સહી કરાવી રાખી લીધા હતા અને પેઢીના બનાવટી બિલ અને સીકકા બનાવી પ્રતાપભાઈની જાણ બહાર જ મોટા ર્આકિ વ્યવહાર કર્યા હતા. ત્યારબાદ ફ્રોઙના નાણા ખાતાઓમાં જમા કરાવી ઉપાડી લીધા હતા વિઠ્ઠલ પ્લસ કોમોડિટીઝના પારસ જોશી અને ભરત એન્ટરપ્રાઇઝના ભરત સુત્રેજાએ પણ આ ધંધા કરવાની લાલચ આપી પ્રલોભન આપીને દિવાન ચોકમાં બોલાવી નોટરી પાસે પારસભાઈ તા ભરત સુતરેજાના સહી સીકકા કરાવી જાણ બહાર પેઢીના નામના ખોટા દસ્તાવેજ ઊભા કરી બોગસ પેઢી ઊભી કરી હતી અને બોગસ દસ્તાવેજ તા જીએસટી નંબરના આધારે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી ઓનલાઈન નાણા તેમાં જમા કરાવી ઉપાડી લીધા હતા. સમગ્ર મામલે જુનાગઢ સાયબર પોલીસ સ્ટેશનમાં પોરબંદરના હીરલબા જાડેજા, નૈતિક માવાણી, સચિન મહેતા અને હિતેશ ઓડેદરા સામે પીએસઆઇ બારડે ફરિયાદ નોંધાવી છે. અને હવે તેની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે .એસ ઓ જી દ્વારા તમામ શખ્સોએ ક્યા ખાતામાં કેટલી કેટલી રકમ ભરી તે અંગે બેંક ખાતા ખોલાવવામાં દસ્તાવેજ ઉપયોગ કરવામાં આવ્યો ઉપરાંત કયા નોટરી પાસે કાર્યવાહી કરવામાં આવી દસ્તાવેજનો ઉપયોગ કરાયો તે સાચા છે કે ખોટા તે સમગ્ર દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુએસમાં 12 દેશોના નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ
June 05, 2025 10:14 AMકેનેડાના નવા કાયદાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધશે
June 05, 2025 10:12 AMરશિયા યુકેનને ડ્રોન હુમલાનો પૂરી તાકાતથી જવાબ આપશે
June 05, 2025 10:11 AMટ્રમ્પના ટેક્સ બિલ સામે મસ્કે ફરી બાંયો ચડાવી, સાંસદોને પણ વિરોધ કરવા અપીલ કરી
June 05, 2025 10:10 AM₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech