અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધા પછી મીડિયાથી દૂર છે. આ દરમિયાન, એક અમેરિકન રાજકીય પંડિતે તેમના વિશે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. ટકર કાર્લસનના મતે, બાઈડેનએ પુતિનની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારથી અમેરિકાના રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે. આ દરમિયાન, હવે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન વિશે એક સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા મુજબ, બિડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મારવાનું કાવતરું ઘડ્યું હતું. આ દાવો ટકર કાર્લસને કર્યો છે. અમેરિકન રાજકારણમાં જાણીતું નામ ધરાવતા જમણેરી અમેરિકન પંડિત ટકર કાર્લસને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકાર પર એક સનસનાટીભયર્િ આરોપ લગાવ્યો છે કે તેમણે પુતિનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, કાર્લસને આ દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કયર્િ નથી.
ઉલ્લેખનીય છે કે કાર્લસનને 2023માં ફોક્સ ન્યૂઝમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમના પર 2020 ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ખોટા દાવા કરવાનો આરોપ છે. રશિયાએ પણ આ દાવાઓ પર પ્રતિક્રિયા આપી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે પુતિનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જોકે, આ આરોપો પર બાઈડેન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMયુવકે પલંગને કારમાં ફેરવ્યો, ગાદલું અને ઓશીકું પણ મૂક્યું, જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા!
April 04, 2025 04:37 PMડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસે શરૂ કર્યો ખાસ પ્રોજેક્ટ, જાણો તેની વિશેષતા
April 04, 2025 04:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech