તેમણે કહ્યું કે એવું લાગે છે કે ભારતે પોતાના દુશ્મનોને સજા આપવા માટે ઇલેક્ટ્રિક કરંટનો ઉપયોગ કરવાને બદલે તેમના ગળામાં લાંબુ દોરડુ બાંધી દીધુ છે. આ નિવેદન દ્વારા તેમનો મતલબ એ છે કે ભારત પોતાના દુશ્મનોને એક જ વારમાં ખતમ કરવાને બદલે તેમના પર સંપૂર્ણ પકડ કડક કરીને તેમને ધીમે ધીમે સજા આપી રહ્યું છે.
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળે છે. ભારત આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આતંકવાદ વિરુદ્ધ રણશિંગુ ફૂંક્યું છે. દરમિયાન, પાકિસ્તાન હાઇ એલર્ટ મોડ પર છે.
પહેલગામ હુમલા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (સીસીએસ) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.
કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે.
ઓક્ટોબર 1972માં પંજશીર પ્રાંતમાં જન્મેલા અમરુલ્લાહ તાજિક વંશીય જૂથના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. નાની ઉંમરે, તેણે પોતાના પરિવારની છાયા ગુમાવી..વ્યું. આવી સ્થિતિમાં, નાની ઉંમરે, તે અહેમદ શાહ મસૂદના નેતૃત્વ હેઠળના તાલિબાન વિરોધી ચળવળમાં જોડાયો.
મળતી માહિતી મુજબ, અમરુલ્લાહ સાલેહને તાલિબાન દ્વારા વ્યક્તિગત રીતે નુકસાન થયું છે. 1996માં, તાલિબાને તેની બહેનને ત્રાસ આપીને મારી નાખી. સાલેહ કહે છે કે ત્યારથી તાલિબાન પ્રત્યેનું તેનું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયુ. આવી સ્થિતિમાં, તેણે તાલિબાનને હરાવવા માટેની લડાઈમાં ભાગ લીધો. 1997માં, મસૂદ દ્વારા અમરુલ્લાહ સાલેહને યુનાઇટેડ ફ્રન્ટના આંતરરાષ્ટ્રીય કાર્યાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા. જે તાજિકિસ્તાનના દુશાન્બેમાં હતું. ત્યાં તેમણે વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને કામ કર્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech