વિશ્વામિત્રી નદીએ વડોદરામાં સર્જેલી ખાના ખરાબીને ધ્યાનમાં રાખીને રાય સરકાર દ્રારા કમિટીની રચના કરવામાં આવી છે જેમાં પાવાગઢ થી પિંગલ વાળા સુધી કમિટીની રચના કરવામાં આવી છે પૂર્વ સચિવ બી એન નવલાવાલાની અધ્યક્ષતામાં કમિટી રચાય છે જેની પ્રથમ બેઠક વડોદરા કોર્પેારેશન ખાતે મળી ચૂકી છે અને વધુ બેઠક આગામી સાહે ગાંધીનગર ખાતે મળશે.આગામી બે મહિનામા નવલાવાલા કમિટી પોતાનો રિપોર્ટ સરકારને આપશે.
વડોદરા મહાનગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં
વિશ્વામિત્રી નદીના પૂર અંગે બેઠકમાં શહેરના તળાવો, અન્ય જળક્રોત અંગે પણ ચર્ચા કરવામા આવી હતી તેમજ વિશ્વામિત્રીના પાણીના ડાયવર્ઝન અંગે મંતવ્ય લેવાયા છે. મ્યુનિ. કમિશનર દિલીપ રાણા સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા છે. ૧૬.૬ કિલોમીટર સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદીના પુર અંગે બેઠકમાં ચર્ચા થઇ છે. બેઠકમાં શહેરના તળાવો અને અન્ય જળ ક્રોત અંગે પણ ચર્ચા કરાઇ છે. ઉપરવાસના વરસાદના પાણી અને વિશ્વામિત્રીના પાણીના ડાયવર્ઝન અંગે બેઠકમાં મંતવ્ય લેવાયા છે.આ બેઠક મા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત કમિટીના સભ્યો હાજર રહ્યાં છે.
આગામી સાહ બીજી બેઠક મળશે. બે માસમાં બીએન નવલાવાલાની કમિટી સરકારમાં રિપોર્ટ મુકશે. વડોદરામાં માનવસર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર નોંધ લેવી પડી છે. ગુજરાત સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે એક સ્પેશ્યલ ટીમ પ્રાથમિક ચર્ચા માટે મોકલી આપી હતી અને આ ટીમના અધ્યયન બાદ સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરાશે. આ ખાસ ટીમ જાણીતા ત બી.એન.નવલાવાલાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આવી પહોંચી હતી. આ બેઠકમાં પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે જરી પગલાં વિશે ટીમે ચર્ચા કરી હતી.
આ તજજ્ઞોની ખાસ કમિટીમાં બી.એન.નવલાવાલા પૂર્વ સચિવ ભારત સરકાર,એસ.એસ.રાઠોડ મુખ્યમંત્રી સલાહકાર, એન.એન.રાય ચીફ એન્જીનીયર ર્સેટરલ વોટર કમિશન, ગાંધીનગર પ્રોફેસર ગોપાલ ભટ્ટી સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એમ એસ યુનિવર્સિટી દિલીપ રાણા મ્યુનિસિપલ કમિશનર વડોદરા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની ચર્ચા બાદ અહેવાલ બનાવી મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech