ગુજરાત રાયની ૨૬ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણીનું જાહેરનામું આવતીકાલે પ્રસિદ્ધ થશે કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમો મુજબ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે આગામી તારીખ સાતમી મેના રોજ યોજાનારા મતદાન પૂર્વે આવતીકાલથી ઉમેદવારી પત્ર ભરવાની શઆત થશે. આ માટે વહીવટીતત્રં દ્રારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ગુજરાત રાજયના ચૂંટણી કમિશનર ભારતીના જણાવ્યા અનુસાર રાયમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ તે માટે તમામ પ્રકારના આયોજન પુરા કરી દેવાયા છે. માત્ર મહિલાઓ દ્રારા સંચાલિત હોય તેવા ૧,૨૭૪ સખી મતદાન મથકો બનાવાશે, રાયમાં ૧૮૨ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે.
મતદાન મથકો એવા છે કે જે અતિ સંવેદનશીલ છે જેના પર સીધું દિલ્હીથી મોનિટરિંગ રહેશે આ માટે ચૂંટણી પચં દ્રારા રાય કક્ષાના કંટ્રોલમ શ કરી દેવામાં આવ્યા હતા.
ગુજરાત લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માટે ચૂંટણી તત્રં સંપૂર્ણ સુસ છે. મતદાર યાદી, ઈવીએમ અને મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, તા.૫૧૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાયમાં કુલ ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો નોંધાયા છે. જે પૈકી ૨,૩૯,૭૮,૨૪૩ મહિલા મતદારો અને, ૨,૫૪,૬૯,૭૨૩ પુષ મતદારો છે. ગુજરાતમાં ૧,૫૦૩ જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. ૮૫ વર્ષથી વધુ વયના ૪,૨૪,૧૬૨ મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં ૧૦,૩૨૨ મતદારો શતાયુ એટલે કે ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી ૧૮થી ૧૯ વર્ષની વય ધરાવતા ૧૧,૩૨,૮૮૦ યુવા મતદારો છે.
રાજયમાં કુલ ૫૦,૬૭૭ મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં ૩૩,૪૭૫ મતદાન મથકો છે. યારે શહેરી વિસ્તારોમાં ૧૭,૨૦૨ મતદાર મથકો આવેલા છે. રાજયના કુલ ૨૯,૫૬૮ મતદાન મથક સ્થળો પૈકી ૨૩,૨૫૨ મતદાન મથક સ્થળો ગ્રામ્ય વિસ્તારોમાં તથા ૬,૩૧૬ મતદાર મથક સ્થળો શહેરી વિસ્તારોમાં છે. રાજયમાં ૧૧૦ મતદાન મથકો એવા છે, યાં મતદારોની સંખ્યા ૧,૫૦૦થી વધી ગઈ છે ત્યાં હાલમાં પૂરક મતદાનમથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
૪,૫૦,૦૦૦ને ચૂંટણી કામગીરી સોંપી
રાય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ–કર્મચારીઓ આવરી લઈ અંદાજે ૪,૫૦,૦૦૦ નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં ૫૫,૮૦૦ થી વધુ પ્રિસાઈડિંગ આફિસર્સ, ૧.૬૭ લાખથી વધુ પોલીંગ આફિસર્સ, ૬,૩૦૦ થી વધુ સેકટર આફિસર અને ૫,૨૦૦ થી વધુ માઈક્રો આબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ–કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુમાં રાયમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ૧ લાખ ૨૦ હજાર જેટલું પોલીસ દળ ઉપલબ્ધ છે
ચૂંટણીનો કાર્યક્રમ
તા.૧૨–૪–૨૦૨૪. ત્રીજા તબક્કામાં ૨૬ લોકસભા અને પાંચ વિધાનસભા બેઠક માટે જાહેરનામું થશે પ્રસિદ્ધ.
તા.૧૯–૪–૨૦૨૪. ઉમેદવારી પત્ર ભરવા માટેનો અંતિમ દિવસ.
તા.૨૦–૪–૨૦૨૪, ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરવામાં આવશે
તા.૨૨–૪–૨૦૨૪. ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ.
તા.૭–૫–૨૦૨૪ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાશે મતદાન.
તા.૪–૬–૨૦૨૪. મતગણતરી અને પરિણામ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech