મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કરતા હાલારના સાંસદ પૂનમબેન માડમ
જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જીલ્લાના બાલાચડી એપ્રોચ રોડ, સામપર માધાપર-જીરાગઢ-બોડકા-પીઠડ રોડ, આરબલુસ-કાનાલુસ-સેતાલુસ-પડાણા એપ્રોચ રોડ, જામનગર-લાલપુર-પોરબંદર સ્ટેટ હાઈવે રોડ, અલીયાબાડા-વિજરખી રોડ તથા દેવભૂમિ દ્રારકા જીલ્લાના દેવળીયા ચાચલાણા-ગાંગડી રોડ, લીંબડી-રાણ-ગુરગઢ-ચરકલા રોડ, હર્ષદ મંદિર એપ્રોચ રોડ તેમજ મોરબી તાલુકાના ઉટબેટ-શામપર-બેલા-આમરણ વિગેરે રોડ બીસ્માર હાલતમાં હોવાથી લોકોને વાહન ચલાવવામાં પડતી મુશ્કેલી તેમજ રસ્તા સમારકામની તાતી જરીયાત હોવાની મળેલ વ્યાપક રજુઆતો અન્વયે સદરહું રસ્તાઓ સ્ટ્રેગ્ચનીંગ અને રીસર્ફેસીગ તથા આનુસાંગીક કામગીરી કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર જીલ્લા માટે મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પુર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા અને દેવભૂમિ દ્રારકા જીલ્લા માટે મંત્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્ય પબુભા માણેક વિગેરે પદાધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવેલ, જે કામોને મુખ્યમંત્રી દ્વારા સૈઘ્ધાંતીક મંજુરી મળતા જનસુવિધાના આ મહત્વના રસ્તાઓના કામો માટેની આ રજુઆતોને અનુલક્ષીને આ કામો મંજુર થતા સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.
સાંસદની અસરકારક આ રજુઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્તારના લોકોએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યકત કરેલ છે.
જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના તેમજ મોરબી તાલુકાના ઉકત મહત્વના માર્ગો માટે .૧૨૫.૧૫/- કરોડના રસ્તાના આ વિકાસ કામો સૈઘ્ધાંતીક રીતે મંજુર થતા લગત વિસ્તારોના ગામો માટે પરેવહન અને આવન--જાવન માટે ખૂબ સાનુકુળતા થશે. આ માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech