સંવેદનશીલ મતદાન મથકની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વિઝીટ
જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે, તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ ચાંપતા પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ ની ઉપસ્થિતિમાં સમગ્ર કાલાવડ પંથકમાં ચૂંટણી ફરજ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ગઈકાલે કાલાવડ ટાઉન વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી અંગે જે બિલ્ડીંગોમાં મતદાન થનાર છે, તે મતદાન ના સેન્સેટીવ બુથ વાળા બિલ્ડીંગની જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી.
આ વેળાએ તેઓની સાથે જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા,એ.એસ.પી. અક્ષેશ એન્જિનિયર, એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, ઉપરાંત એલસીબીના પીએસઆઇ પી. એન. મોરી તથા કાલાવડ ના પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તથા અન્ય સ્ટાફ જોડાયેલો રહ્યો હતો, અને તમામ સેન્સેટિવ ગણાતા મતદાન મથકોનું બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું, તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ એસ.પી. તથા અન્ય અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કાલાવડ ટાઉનમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. કાલાવડ ના વિશાળ પોલીસ કાફલા સાથે કાલાવડ ટાઉનના મુખ્ય વિસ્તારોમાં પોલીસે માર્ચ પાસ્ટ કરી હતી, અને મતદારોને સંપૂર્ણપણે સુરક્ષાનો સંદેશો પાઠવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech