ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારે સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યા વાતાવરણમાં લઘુત્તમ તાપમાન એક ડિગ્રી ગગડીને ૧૫.૨ ડિગ્રી થતાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.આથી ઠંડીનું પ્રમાણ વધારે રહ્યું હતુ.પવનની ઝડપ ૧૦ કિમી.યથાવત રહી હતી.મહત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી રહેવા પામ્યું હતુ.ઠંડીના કારણે લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડયા છે.ભેજ ૯૪ ટકા યથાવત રહયો હતો.
આજે ગુરૂવારે સવારે ધુમ્મસ છવાયેલું રહ્યું હતુ. આથી ખાસ કરીને વાહનચાલકોને થોડે દૂરનું નિહાળવામાં પણ હાલાકી વેઠવી પડી હતી.છેલ્લા ત્રણ દિવસથી ધુમ્મસના કારણે તાપમાન બે ડિગ્રી જેટલું ગગડ્યું છે.આથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
છેલ્લા એક સપ્તાહથી શિયાળો ભાવનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે જામતો જાય છે.તાપમાનમાં વઘ ઘટ થવાથી ઠંડીનું પ્રમાણ પણ વધી અને ઘટી રહ્યું છે. લોકોને કબાટ,માળિયામાંથી સ્વેટર,ગરમકોટ,મફલર, કાન ટોપી,હાથ મોજા બહાર કાઢી ધારણ કરવા પડ્યા છે.ઠંડીના કારણે અનેક લોકોની દિનચર્યા મોડી શરૂ થાય છે.ઠંડીના કારણે મોડી સાંજે ઘરાકી ખાસ ન રહેતા વેપારીઓ તેમના ધંધા વહેલા આટોપી લે છે.
શહેરનું મહત્તમ તાપમાન ૧.૮ ડિગ્રી ઘટીને ૨૬.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું.જ્યારે લઘુત્તમ તાપમાન આજે સવારે એક ડિગ્રી ઘટીને ૧૫.૨ ડિગ્રી થતાં ઠંડીનું જોર વધવા પામ્યુ હતુ.આજે સતત ત્રીજા દિવસે સવારે પવનની ઝડપ ૧૦ કિ.મી. યથાવત રહી હતી.જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ઠંડીમાં વધ - ઘટ થઈ છે.ભેજનું પ્રમાણ પણ વધુ રહયું છે.
આજે ગુરૂવારે સવારે ભેજનું પ્રમાણ ગઈકાલની માફક આજે પણ ૯૪ ટકા યથાવત રહયું હતું. છેલ્લા ઘણા દિવસોથી ભેજનું પ્રમાણ વધારે રહયુ છે.જ્યારે આજે ગુરૂવારે સવારે સતત ચોથા દિવસે ૧૦ કિમી.ની ઝડપે કાતિલ પવન ફૂંકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech