સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ચેપી રોગના નિષ્ણાત પીટર ચિન-હોંગે જણાવ્યું હતું કે હોસ્પિટલો સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. તેમણે કહ્યું દરેક જગ્યાએ ફ્લૂના કેસ જોવા મળી રહ્યા છે. સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાં સ્થાનિક ક્લિનિક્સમાં હાથ ધરવામાં આવેલા 70 ટકાથી વધુ શ્વસન વાયરસ પરીક્ષણોમાં ફ્લૂના કેસ જોવા મળી રહ્યા છે. આ આંકડો કોવિડ-19, આરએસવી(શ્વસન સિન્સિટીયલ વાયરસ) અને સામાન્ય શરદી કરતા વધારે છે. 1 ફેબ્રુઆરી સુધીમાં, કેલિફોર્નિયામાં ફ્લૂ ટેસ્ટ પોઝિટિવિટી દર 27.8 ટકા સુધી પહોંચી ગયો હતો, જ્યારે આરએસવી કેસ 5 ટકા અને કોવિડ કેસ 2.4 ટકા હતા. 1 જુલાઈથી કેલિફોર્નિયામાં ફ્લૂથી સંબંધિત ઓછામાં ઓછા 561 મૃત્યુ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં છે. આ ઉપરાંત, આ સિઝનમાં ફ્લૂથી 10 બાળકોના મોત થયા હતા, જ્યારે આ જ સમયગાળા દરમિયાન કોવિડથી 3 બાળકોના મોત થયા હતા.
2024-25 ફ્લૂ સીઝનમાં અત્યાર સુધીમાં, સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં અંદાજે 29 મિલિયન લોકો ફ્લૂથી સંક્રમિત થયા છે, 3.7 લાખ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને 16,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. નિષ્ણાતો ચિંતિત છે કે આ વર્ષે બે અલગ અલગ પ્રકારના ફ્લૂ - એચ1એન1 અને એચ3એન2 એકસાથે ફેલાઈ રહ્યા છે, જેના કારણે લોકોને વારંવાર ચેપ લાગવાનું જોખમ વધી ગયું છે. ફ્લૂના ગંભીર કિસ્સાઓમાં ઘણી બધી જટિલતા જોવા મળે છે, જેમાં "એક્યુટ નેક્રોટાઇઝિંગ એન્સેફાલોપથી" (એએનઈ) નામનો ખતરનાક મગજનો રોગ પણ સામેલ છે, જે મુખ્યત્વે બાળકોમાં જોવા મળે છે અને તેનો મૃત્યુદર લગભગ 50 ટકા છે.
કેલિફોર્નિયાની હોસ્પિટલોમાં પરિસ્થિતિ કોવિડ જેવી બની ગઈ છે. આઈસીયુ ફ્લૂ, ન્યુમોનિયા અને ગંભીર શ્વસન સમસ્યાઓથી પીડાતા દર્દીઓથી ભરેલા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ફ્લૂ પછી ઘણા દર્દીઓ એમઆરએસએ ન્યુમોનિયાથી પીડાઈ રહ્યા છે, જે ફેફસાંને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. એમઆરએસએ એક એવો બેક્ટેરિયા છે જેના પર ઘણી એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક હોય છે. આરોગ્ય અધિકારીઓ કહે છે કે રસી લેવાનો હજુ પણ યોગ્ય સમય છે. જોકે રસી દરેક ચેપને અટકાવી શકતી નથી પરંતુ તે ગંભીર બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. નિષ્ણાતો આગાહી કરે છે કે ફ્લૂના કેસ આગામી એક થી દોઢ મહિના સુધી ઊંચા સ્તરે રહી શકે છે. વધુમાં, વસંતઋતુમાં ઈન્ફલ્યુએન્ઝા બીની બીજી લહેરની શક્યતા છે. આવી સ્થિતિમાં, રસીકરણ અને નિવારક પગલાં અપનાવવાની સખત જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરમાં દારૂના ધંધાર્થી યુવાનનું અજાણ્યા શખસોએ બોથડ પદાર્થના ઘા ફટકારી ઢીમ ઢાળી દીધું
May 19, 2025 04:42 PMવડવા પાદર દેવકીમાં હથીયારો સાથે શખ્સોએ મચાવ્યો આંતક
May 19, 2025 04:41 PMકલેકટરની રુબરુ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
May 19, 2025 04:38 PMચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech