નેપાળમાં વરસાદે ભયંકર કોહરામ મચાવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરના કારણે 14 લોકોના મોત થયા છે. અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. ભૂસ્ખલનના લીધે જનજીવન પ્રભાવિત થયું છે તો બીજી તરફ વરસાદના લીધે બચાવકાર્ય માં બાધા આવી રહી છે.નેપાળમાં ભારે વરસાદના લીધે છેલ્લા 17 દિવસમાં કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી મળેલી માહિતી અનુસાર, 14 લોકોમાંથી 8 લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે પાંચ લોકો વીજળી પડવાને કારણે અને એક વ્યક્તિનું કુદરતી મૃત્યુ થયું હતું.
નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા દીજન ભટ્ટરાઈએ જણાવ્યું હતું કે તેઓએ 26 જૂને કુલ 44 ઘટનાઓ નોંધી હતી, જેમાંથી 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં હજુ બે લોકો લાપતા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના રેકોર્ડ અનુસાર, દેશમાં ચોમાસું સક્રિય થયા બાદ 33 જિલ્લા પ્રભાવિત થયા છે, જેમાં 147 આવી ઘટનાઓ નોંધાઈ છે. મંત્રાલયના રેકોર્ડ મુજબ, છેલ્લા 17 દિવસમાં કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 13 લોકો વીજળી પડવાને કારણે મૃત્યુ પામ્યા છે, જ્યારે 14 લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech