લક્ષ્મીનગર સ્થિત ફ્લિપકાર્ટના વેર હાઉસમાંથી ડિલિવરી બોય તરીકે કામ કરનાર શખસ રૂ. 3.76 લાખની કિંમતના 32 મોબાઈલ ફોન ઓળવી ગયા અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવમાં આવી હતી.પોલીસે આરોપીને સકંજામાં લઇ મુદામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજનગર સોસાયટી શેરી નંબર-5 માં રહેતા મહેશભાઈ મોહનભાઈ રાઠોડ(ઉ.વ 62) એ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિવેક જાદવભાઈ શિયાળનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ ફલીપકાર્ટ કંપનીમાં એન્ફોર્સમેન્ટ ઓફીસર તરીકે નોકરી કરે છે અને લક્ષ્મીનગર શેરી નં.-૦૧ ખાતે અમારી ફલીપકાર્ટ કંપનીનુ વેર હાઉસ આવેલું છે. જ્યાંથી અમારી કંપનીના તમામ કુરીયર જમા થાય છે અને ત્યાંથી ઓર્ડર મુજબ ડિલીવરી બોય મારફતે જે તે પાર્ટીને મોકલવામાં આવે છે અને ડિલીવરી બોય તરીકે ૧૨૫ જેટલા કર્મચારીઓ કામ કરે છે. અમારી કંપનીમાં જે માલ સામાન આવે છે તેનુ અવાર નવાર કંપનીમા આવેલ દરેક પાર્સલ બાબતે કંપનીની અલગ અલગ ટીમ દ્વારા કંપનીને થયેલ લોસ બાબતે તપાસ કરવામા આવતી હોય છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા.૦૯/૦૧/૨૦૨૫ ના રોજ અમારી કંપનીના હબ મેનેજમેન્ટ ટીમએ મને ફોન કરી વેર હાઉસ ખાતે બોલાવી જણાવેલ હતું કે, કંપનીની ટીમ દ્વારા કંપનીને થયેલ લોસ બાબતે તપાસ કરાવો. જેથી કંપનીમાં નુકસાન અંગે કર્મચારીઓની પુછપરછ કરતા અને સામાન ચેક કરતા ડિલીવરીબોય તરીકે નોકરી કરતા વિવેક જાદવભાઈ શીયાળના થેલામાંથી એક મોબાઈલ ફોન મળી આવેલ હતો. જે કંપનીમાં જમા કરાવેલ અને તેની પુછપરછ કરતા તેણે આવી રીતે અન્ય મોબાઈલ ફોનની પણ ચોરી કરી લીધાનું જણાવ્યું હતું અને તે બધા મોબાઈલ ફોન હમણાં લઇ આવું છું કહીને ગયા બાદ પરત આવ્યો ન હતો. બાદ કંપનીની લોસ એન્ડ પ્રીવેન્સન ટીમે ચેક કરતા તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા. ૩૧/૧૨/૨૦૨૪ દરમિયમ કુલ ૩૨ જેટલાં અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. જે તમામ મોબાઈલની કુલ કિંમત રૂ. ૩,૭૬,૦૨૯ થવા પામે છે તેની ચોરી અંગે ડિલિવરી બોય વિવેક જાદવભાઈ શિયાળ અને તેની મદદગારી કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ પીએસઆઈ વી આર ઝાલાને સોંપતા તેમની ટીમે તાત્કાલિક ડિલિવરી બોય વિવેક શિયાળને સકંજામાં લઇ અન્ય કોઈ શખસ આ ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ સહીતની બાબતોની પૂછપરછ શરૂ કરી મોબાઈલની રિકવરી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech