ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં અને કોટક સાયન્સ કોલેજના સ્ટાફ કવાર્ટર્સમાં પાંચ સબ રજીસ્ટ્રાર કચેરીઓ બેસે છે. તેનું બિલ્ડીંગ અત્યતં જર્જરિત છે અને આ બિલ્ડીંગ તાત્કાલિક ખાલી કરવા માટેની નોટિસ પણ સંબંધિત વિભાગ દ્રારા આપવામાં આવી છે. ત્યારે અહીં બેસતી પાંચ સબ રજીસ્ટ્રાર કચેરીઓને ખાલી પડેલા ફાસ્ટ ટ્રેક કોર્ટની બિલ્ડીંગમાં સમાવવાની માગણી રેવન્યુ પ્રેકિટસ એસોસિએશન દ્રારા આજે અધિક કલેકટર ચેતનભાઇ ગાંધી સમક્ષ કરવામાં આવી હતી.
રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ એન. જે. પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઈ સખીયા, સેક્રેટરી જી.એલ.રામાણી, કારોબારી સભ્યો દિલેશ શાહ, રાકેશ ગોસ્વામી, હેમતં ભટ્ટ યતીન ભટ્ટ લલિત કાલાવડીયા પ્રણવ પટેલ સંદીપ વેકરીયા અમિત વેકરીયા આર. ડી. ઝાલા, યોગેશ સોમમાણેક નરેશ દવે અજયસિંહ ચૌહાણ વગેરેના બનેલા પ્રતિનિધિ મંડળે અધિક જિલ્લા કલેકટર ચેતનભાઇ ગાંધી સમક્ષની રજૂઆતમાં જણાવ્યું હતું કે ફાસ્ટ ટ્રેક કોર્ટની બરાબર બાજુમાં નવું નોંધણી ભવન બનાવવામાં આવ્યું છે. ત્યાં મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી તથા હેડ કવાર્ટર સબ રજીસ્ટર કચેરી ઝોન નંબર એક, બે અને આઠ બેસે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટનું બિલ્ડીંગ તેની બાજુમાં આવેલું છે. જો આ બિલ્ડીંગ ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને કોટક સાયન્સ સ્ટાફ કવાર્ટર્સમાં બેસતી સબ રજિસ્ટ્રાર કચેરીઓને ફાળવવામાં આવે તો તમામ સબ રજીસ્ટર કચેરીઓ એક જ કેમ્પસમાં હોય તેવો અનુભવ થશે. દસ્તાવેજની કામગીરી માટે આવતા અરજદારોને પણ સુગમતા રહેશે અને બધી જ સબ રજીસ્ટર કચેરીઓનું કામ એક જ જગ્યાએથી થઈ શકશે.
જામનગર રોડ પર ઘટેશ્વર નજીક નવા બનાવવામાં આવેલા કોર્ટ બિલ્ડીંગ સંકુલમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ નું સ્થળાંતર કરવામાં આવેલ હોવાથી આ બિલ્ડીંગ ખાલી પડું છે. આ બિલ્ડિંગની બાજુમાં નાયબ કલેકટર અને મામલતદાર કચેરી આવતી હોવાથી રેવન્યુને લગતી કામગીરી પણ બાજુમાં જ થઈ શકશે. નોંધણી ભવનમાં કનેકિટવિટીના પ્રશ્નો ઓછા હોવાથી આ પણ વધારાનો ફાયદો મળશે. અધિક કલેકટર ચેતન ગાંધીએ રેવન્યુ પ્રેકિટસનર્સ એસોસિએશનના આગેવાનોની રજૂઆત સાંભળી તેમની લાગણી સરકારમાં પહોંચાડવાની ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech