શહેરમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે.ત્યારે શહેરના છેવાડાના વિસ્તારમાં કુવાડવા ચોકડી અને માધાપર ચોકડી પાસેથી પીસીબી અને એલસીબી ઝોન- 2 ની ટીમે દારૂ ભરેલી રિક્ષા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.જયારે એક શખસનું નામ ખુલ્યું છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ કુલદીપસિંહ, વિજયભાઈ મેતા અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે કુવાડવા ગામ ચોકડીથી વાંકાનેર તરફ જવાના રોડ પર પોલીસે શંકાસ્પદ રીક્ષા ઝડપી લીધી હતી. પોલીસે આ રીક્ષાની તલાસી લેતા તેમાંથી 168 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂના આ જથ્થા સાથે કોઠારીયા સોલવન્ટ બાપાસીતારામ સોસાયટી શેરી નંબર છ માં રહેતા અસલમ અલ્તાફભાઈ લીંગડીયા (ઉ.વ 21)ને ઝડપી લીધો હતો દારૂનો આ જથ્થો રીક્ષા અને મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ રૂપિયા રૂ. 2,93,400 નો મુદામાલ કબજે કર્યો હતો. દારૂ પ્રકરણમાં અન્ય આરોપી અલ્ફાઝ યુનુસભાઇ ગોધાવીયા(રહે. શ્રીનાથજી સોસાયટી શેરી નંબર 12) નું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના અન્ય દરોડામાં એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગોહેલ, હેમેન્દ્રભાઈ વાઘીયા અને કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે માધાપર ચોકડી બાયપાસ પુલ પાસેથી શંકાસ્પદ રીક્ષા અટકાવી તેની તલાસી લેતા તેમાંથી દારૂની 45 બોટલ અને 18 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે રિક્ષામાં સવાર જાવેદ ઉર્ફે પાર્થ રાકેશભાઈ જેઠવા (ઉ.વ 19 રહે. નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના ક્વાર્ટર) અને અજય વજુભાઈ સરસાવડીયા (ઉ.વ 22 રહે. માધાપર, વૃંદાવન સોસાયટી શેરી નંબર-5 )ને ઝડપી લીધા હતા. પોલીસે દારૂનો આ જથ્થો રીક્ષા સહિત કુલ રૂપિયા 69,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી જય મકવાણા સામે અગાઉ લોધીકા પોલીસ સ્ટેશનમાં મારામારી, યુનિવર્સિટીમાં હત્યાનો પ્રયાસ, પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં રાયોટ, યુનિવર્સિટીમાં દારૂ અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેના ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ સિવાય ભક્તિનગર પોલીસે અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાના પાસેથી દિનેશ ભગવાનજીભાઈ સાકરીયાને 4 બોટલ સાથે ઝડપી લીધો હતો. પીસીબીની ટીમે ચુનારાવાડ શેરી નંબર-3 માં રહેતા કિશોર ડાયાભાઈ રાઠોડની દારૂના 11 ચપલા સાથે પકડી પાડ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી પાસેથી જગદીશ ભુપતભાઈ ભોજકને 3 બોટલ સાથે ઝડપી લીધો હતો. એલસીબી ઝોન 2 ની ટીમ ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા અનિરુદ્ધસિંહ ઉર્ફે કાનો અરવિંદસિંહ વાઘેલાને બિયરના 30 ટીન સાથે ઝડપી લીધો હતો. માલવીયાનગર પોલીસે ગોકુલનગર શેરી નંબર 5 પાસે હર્ષદ રમેશભાઈ વઘેરાને દારૂની 10 બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech