ભાવનગર વેળાવદર ભાલ પોલીસ મથકની ટીમ અધેળાઈ ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે વેળાએ ત્યાંથી પસાર થતી મારુતિ સીફ્ટ ડિઝાયર કારને ઉભી રાખી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૧ બોટલો મળી આવી હતી. જેમાં બેસેલા પાંચ શખ્સોને વિદેશી દારૂ અને મોબાઈલ તેમજ કાર સહીત રૂપિયા ૪ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર વેળાવદર ભાલ પોલીસ મથકની ટીમ અધેળાઈ ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રાત્રીના વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. ત્યારે ત્યાંથી પસાર થતી સીફ્ટ ડિઝાયર કાર નંબર જીજે ૦૪ ડીએ ૩૧૭૧ ને ઉભી રાખી અને તલાસી હાથ ધરી હતી. જે કારની ડીકીમાં રહેલા થેલામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે કારમાં બેસેલા ઉતમસિંહ મનુભાઈ મકવાણા, હિમતભાઈ બાલાભાઇ નાવડીયા, વીનયભાઈ વીઠલભાઈ કટારીયા, બીપીનભાઈ પોપટભાઈ ડાભી, મનીશભાઈ મોહનભાઇ ડાભીને વગર પાસ પરમીટે વિદેશી દારૂની સીલપેક બોટલ નંગ-૧૧ જેની કિંમત રૂપિયા ૩૯,૧૪૨ તથા મોબાઇલ ફોન નંગ-૦૬ ની કિ.રૂ.૬૩,૦૦૦ તેમજ ફોરવ્હીલ મારૂતી સુઝુકી સ્વીફ્ટ ડીઝાયર જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૪,૦૨,૧૪૨ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વેળાવદર ભાલ પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો.દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech