જામનગર તાલુકા ના સાપર ગામમાં સિક્કા પોલીસે જુગાર અંગે દરોડો પાડી ગંજીપાના નો જુગાર રમવાના શોખીન એવા બે દંપત્તિ સહિત પાંચ સ્ત્રી પુરુષોને ઝડપી લીધા છે, અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એચ. બાર તેમજ સ્ટાફના જે. એમ. જાડેજા, સી.ટી. પરમાર, વિજયભાઈ કારેણાં વગેરે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, શાપર ગામના બે દંપતિ જુગાર રમવાના શોખીન છે, અને ગંજી પાના વડે જાહેરમાં જુગાર રમી રહ્યા છે.
જે બાતમીના આધારે જામનગર તાલુકાના સાપર ગામમાં ગઈકાલે જુગાર અંગે દરોડો પાડયો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ગૌતમ પેથાભાઇ ભાંભી, ભગવાનજીભાઈ પરબતભાઈ રાઠોડ, મંજુબેન ભગવાનજીભાઈ રાઠોડ અને વિજયાબેન ગૌતમભાઈ ભાંભી નામના બે દંપત્તિઓ,ઉપરાંત નયન મેઘજીભાઈ ભાંભી ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૭૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech