જેતપુરમાં પાંચ મહિના પૂર્વે મળેલ મૃત માનવ ભૃણ બાદ પોલીસ તપાસમાં કેટરસના સંચાલક દ્રારા ચલાવાતું સેકસ રેકેટ બહાર આવ્યું હતું. જેમાં પોલીસે કેટરસ સંચાલક, ગર્ભપાતની તપાસ કરનાર ડોકટર અને તેની દવા આપનાર મેડિકલ સ્ટોર ધારક સહિત નવ શખ્સોની ધરપકડ બાદ કેટરસ સંચાલકના રીમાન્ડ દરમિયાન સગીરા પાસે દેહ વેપાર કરાવનાર મહિલા અને સગીરા તેમજ યુવતીનો દેહ ચુંથનાર વધુ પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરતા સગીરાનું શરીર અભડાવનારનો નરાધમોનો ૧૨ સુધી પહોંચ્યો હતો.
શહેરમાંથી પાંચ મહિના પૂર્વે એક મૃત માનવ ભૃણ મળી આવેલ હતું. જેમાં પોલીસે તપાસ કરતા આ ભૃણ યાંથી મળ્યું હતું ત્યાં બાજુમાં જ ભૃણને ત્યજનાર માતા મળી આવી હતી. જે સગીર વયની હતી તેની પોલીસ પૂછપરછમાં તેણીએ જેતલસર જંકશનના કાના મકવાણાનું નામ ભૃણના પિતા તરીકે જણાવેલ અને ગર્ભપાત માટે ડો. સુશીલભાઈ ગોવિંદભાઇ કાનાણી તેમજ ગર્ભપાતની દવા આપનાર વિરડીયા મેડિકલ સ્ટોરના સંચાલક હરેશભાઇ કેશુભાઈ વિરડીયાનું નામ આપતા પોલીસ ત્રણેયની ધરપકડ કરી હતી. ત્યારબાદ ભૃણના ડીએનએના સેમ્પલ લઈ સગીરા તેમજ કાનાનું ડીએનએનું સેમ્પલ લઈ ગાંધીનગર ખાતે પૃથક્કરણ માટે મોકલ્યું હતું. જેમાં સગીરા સાથે ભૃણનું ડીએનએ મેચ થઈ ગયું યારે કાના સાથે મેચ ન થતા પોલીસે ગોટાળે ચડી હતી. જેથી કોર્ટની મંજૂરી લઈ સગીરાની ફરીથી પુછપરછ કરતા સગીરાની કેફિયત સાંભળી પોલીસ અચંબામાં પડી ગઈ હતી. અને સગીરાની કેફીયતના બાદ કેટરસ સંચાલક અખ્તર ઓસમાણ ડબગર સગીરા તેમજ અન્ય યુવતી પાસે દેહ વેપાર કરાવતો અને અન્ય મહિલા કે જે પણ દેહ વેપાર કરાવતી તેની પાસે મોકલતો અને પોતે પણ તેણીઓના દેહ ચૂંથતો હોવાનું જણાવતા પોલીસે અખ્તરની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા ભાવિક ઉર્ફે ભાવેશભાઇ ભુપતભાઇ મેણીયા, હિરજીભાઈ ઉર્ફે હિરાભાઇ નાગજીભાઇ પાઘડાર, વસંતગીરી હંસગીરી ગોસાઈ રહે ત્રણેય જેતપુર, સાગરભાઇ બાબુભાઇ ઝાલા રહે. ઉમરકોટ, શૈલેશભાઇ મેરામણભાઇ લખધીર રહે, સરધારપુર આ પાંચ શખ્સોના નામ અખ્તરે પોલીસને આપ્યા હતાં. તેમજ સગીરા અને યુવતી પાસે દેહ વેપાર કરાવનાર હસીના દાદન ખોખરનું નામ આપ્યું હતું.
પરંતુ અખ્તર સગીરા પાસે દોઢેક વર્ષથી દેહ વેપાર કરાવતો હોય એટલે ઘણા શખ્સો આમાં સંડોવાયેલ હોય પરંતુ અખ્તર બીજા નામો ન આપતો હોવાથી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રીમાન્ડ મેળવ્યા હતાં. જેમાં મકબુલ યુનુસ મકવાણા, ઘનશ્યામ ઉર્ફે ઘનો ભીખુભાઇ વાનાણી, પરેશ ઉર્ફે હરેશ મોહનભાઇ ચાવડા રાજેશ ઉર્ફે રાજુ ગોબર ઠુમર અને નિશાંત વિનોદભાઈ ભુવાના નામ આપતા પોલીસે હસીના ખોખર સહિત આ પાંચેય શખ્સોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાં. યારે હજુ બે થી ત્રણ શખ્સોના નામ ખૂલેલ પરંતુ હજુ તેની ધરપકડ બાકી હોવાનું જાણવા મળ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech