ધ્રુવાળા નજીક હાથબત્તીના અજવાળે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

  • June 07, 2025 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના  ધ્રુવાળા નજીક હાથબત્તીના અજવાળે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા છે.
કુતિયાણા પોલીસમથકના પોલીસ હેડકોન્સ્ટેબલ યશપાલસિંહવાળાએ એવી ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રે તેઓ અને પોલીસસ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને એવી માહિતી મળી હતી કે ધ્રુવાળા ગામથી ધણસેર ગામ જતા રસ્તે બાવળની કાટમાં કેટલાક ઇસમો ગંજીપત્તા વડે જુગાર રમી રહ્યા છે તેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઇને રેડ પાડતા હાથબત્તીના અજવાળે ગોળકુંડાળુ વળીને  પાંચ જેટલા ઇસમો જુગાર રમતા હતા જેમાં ધ્રુવાળાના વિઠ્ઠલ દેવાભાઇ ડાભી નામના ૬૫ વર્ષના વૃધ્ધ ઉપરાંત દિલીપ મેઘાભાઇ ડાભી, વિક્રમ કાનાભાઇ ચૌહાણ, હેલાબેલી ગામના રમેશ બધાભાઇ રાઠોડ અને જામજોધપુરના તરસાઇ ગામના હમીર દિલીપ મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી અને ૧૨,૭૩૦ની રોકડ કબ્જે કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application