માલણકા ગામે તાલુકા પંચાયતના સદસ્ય ઉપર પાંચ શખ્સોનો હુમલો

  • April 16, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલણકા ગામમાં દારૂનું વેંચાણ કરતા વિક્રમ બાદશાહ છોકરાવ બગાડતો હોય જેને લઈ અગાઉ ઠપકો આપ્યો હતો. જેની દાઝ રાખી પાંચ શખ્સો એ   બાઈક લઈ આવી તાલુકા પંચાયતના સદસ્ય પર હુમલો કરી માર મારી ધાક ધમકી આપી હતી જેના પગલે લોકો ડીવાયએસપી કચેરી દોડી ગયા હતા. અને શખસ સામે પગલા ભરવા માગણી કરી હતી.
 માલણકા ગામે રહેતા તાલુકા પંચાયતના સદસ્ય દિપકભાઈ બોઘાભાઈ બારૈયાએ વરતેજ પોલીસ મથકમાં વિક્રમ ઉર્ફે બાદશાહ લવજીભાઈ બારૈયા (રે. ખારશી, તરસમીયા રોડ) કૌશીક ઉર્ફે ટોપી, રામજી ઉર્ફે રામો ધરમશીભાઈ મકવાણા, બળદેવસિંહ ઝાલા, મહાવિરસિંહ સામે ફરીયાદ નોંધાવી હતી કે, એકાદ વર્ષ પહેલા વિક્રમ બાદશાહ દારૂનો ધંધો કરતો હોય અને માલણકા ગામના છોકરાવને બગાડતો હોય જેથી તેને ઠપકો આપતા તકરાર થઈ હતી. જે વાતની દાઝ રાખી વિક્રમ અને કૌશીકે બાઈક ઉપર આવી તેને અપશબ્દો આપી છરી બતાવી હતી. થોડિવારમાં અન્ય બાઈક પર અન્ય શખસોએ આવી તમામે તેના પર હુમલો કરી ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. અને હવે તુ અમારા ચાળા ન કરતો નહીંતર મારી નાખવો પડશે તેમ કહી ધમકી આપી હતી. ઉક્ત મામલે પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે આ બનાવ અંગે  તાલુકા પંચાયત સદસ્ય દિપકભાઈ બારૈયા અને તેની સાથે મોટી સંખ્યામાં લોકો ડીવાયએસપી પાસે દોડી ગયા હતા. અને લેખીત રજુઆત કરી હતી કે, વિક્રમ બાદશાહ તેના સાગરીતો સાથે આવી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અને હથીયારો બતાવે છે. તેમજ શખસ લાંબા સમયથી દારૂનો ધંધો કરી રહ્યો છે. જે માલણકા ગામમાં આવી વાંરવાર આવુ પ્રદશન કરી રહ્યો છે. આવા અસામજીક લોકોથી તેઓના જીવનું જોખમ છે. ત્યારે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application