૧૩ અને ૧૧ માળની બે ઊંચી ઈમારતો સમર્પણ સર્કલ આસપાસ બનશે: અન્ય વિસ્તારોમાં પણ ઊંચી ઈમારતો ઉભી કરાશે: વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં મહાનગર પાલિકા દ્વારા રુા.૨૦૧૬.૧૨ કરોડના ૯૩ કરાર કરવામાં આવ્યા: ઈન્ફ્રાસ્ટ્રકચર-હાઈરાઈઝ બિલ્ડિંગનો પણ સમાવેશ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમીટમાં જામનગર મહાનગર પાલિકા દ્વારા પણ મોટી-મોટી હાઈરાઈઝ બિલ્ડિંગો અને ૧૦૦ કરોડના પાંચ એવા કૉમર્શિયલ બિલ્ડિંગ સહિત કુલ ૨૦૧૬.૧૨ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. જો કે, સરકારી ઍજન્સીનો એક પણ પ્રોજેકટ સમાવાયો નથી. જામનગરમાં સમર્પણ હૉસ્પિટલ પાસે ૧૧ અને ૧૩ માળના હાઈરાઈઝ બિલ્ડિંગ બનશે તેમજ અન્ય સ્થળે ઈન્ફ્રાસ્ટ્રકચર હાઈરાઈઝ અને કૉમર્શિયલ બિલ્ડિંગના એમઓયુ થયાં છે.
કોરોના બાદ રિયલ ઍસ્ટેટમાં ભારે તેજી આવી છે, શહેરના બિલ્ડરો અને ખાનગી કંપનીઓ દ્વારા મહાપાલિકા સમક્ષ કુલ ૯૩ એમઓયુ કરવામાં આવ્યા છે. જો કે, આ એમઓયુમાં અર્ધસરકારી કે સરકારી ઍજન્સીઓનો સમાવેશ થયો નથી. ખાસ કરીને પાંચ એમઓયુ એવા છે કે, જેમાં પાર્ટીએ રુા.૧૦૦ કરોડથી વધુની રકમનું એમઓયુ કર્યું છે.
મ્યુનિ. કમિશનર દિનેશ મોદી, સિટી ઈજનેર ભાવેશ જાની દ્વારા અવાર-નવાર બિલ્ડરો અને લૅન્ડ ડેવલોપરો સાથે મિટીંગ યોજીને જામનગર તેમજ આજુબાજુના વિસ્તારોમાં કૉમર્શિયલ બિલ્ડિંગ અને અન્ય રોકાણો માટે મિટીંગો કરીને તેમને સમજાવાયા હતાં. ત્યારબાદ ૯૩ એમઓયુ મહપાલિકાના પોર્ટલ ઉપર અપલોડ કરી દેવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં જામનગરનો વિકાસ થશે. ખાસ કરીને બિલ્ડિંગ-ઈન્ફ્રાસ્ટ્રકચર-કૉમર્શિયલ બિલ્ડિંગના કામો વધુ કરવામાં આવશે અને તમામ ૯૩ એમઓયુ આ વર્ષમાં પૂરા થઈ જાય તે માટે પણ જોવાનું રહેશે. જામનગરના વિકાસ માટે ગુજરાતમાં રિયલ ઍસ્ટેટ કંપનીઓ દ્વારા સારુ એવું રોકાણ કરવામાં આવ્યું છે જે ખૂબ આવકારદાયક છે. અગાઉના જમાનામાં જામનગરમાં પાંચથી સાત માળની બિલ્ડિંગ સિવાય અન્ય બિલ્ડિંગો બનતી નહોતી, હવે ૧૧થી ૧૩માળની બિલ્ડિંગ બનાવવા બિલ્ડરો સહમત થયાં છે. આમ જામનગરમાં આગામી દિવસોમાં હાઈરાઈઝ બિલ્ડિંગો જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech