તા. 1 જૂનથી તા. 31 જુલાઈ સુધી દરીયાકાંઠે અવર જવર પર મનાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે, સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોચાડવી શક્ય હોતી નથી તેમજ જુન માસથી દરીયો તોફાની થઇ જાય છે. માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમકારક છે. મત્સ્યોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસર દ્વારા આવા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી, તેમ છતાં, અનધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનનાં કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલા માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવી સંભાવના રહેતી હોય તેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
જે અંતર્ગત જિલ્લાના આ તમામ વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યક્તિઓએ તા. 1 જૂન થી તા. 31 જુલાઈના સમય દરમ્યાન માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરિયામાં નહી જવા અને કોઇપણ બોટની અવર-જવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજોને લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટ, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ-દ્વારકા વચ્ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલી પેસેન્જર બોટ, નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech