પાકિસ્તાનની જેલોમાં સબડતા ભારતીય યુદ્ધ કેદીઓ અને માછીમારોને છોડાવી વતન વાપસી માટે મહત્વનું યોગદાન આપનારા રાજકોટના વરિ ધારાશાક્રી મદનગોપાલ ખુશીરામ પાલ (એમ. કે. પાલનું) ગઇ કાલે અવસાન થતાં સમાજને એક નિાવાન અને પ્રખર દેશભકતની ખોટ પડી છે.
મુળ રાજસ્થાનના અજમેરના વતની અને ગુજરાતમાં રાજકોટ ખાતે રેલવેમાં નોકરીમાંથી રાજીનામું આપી ૧૯૭૭માં વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા એમ કે પાલ સિવિલ અને લેબરલોઝના કાયદામાં નિષ્ણાતં એડવોકેટ તરીકે જાણીતા હતા. તેમણે ખાસ કરીને વકીલાતના વ્યવસાયની સાથે પાકિસ્તાનની જેલમાં સબડતા ભારતીય યુદ્ધ કેદીઓ અને પાક મરીન પોલીસ દ્રારા દરિયામાંથી ઉઠાવી જવાયેલા સૌરાષ્ટ્ર્ર– ગુજરાતના માછીમારોને છોડાવવામાં તેમને ખૂબ જ સફળતા મળી હતી. જેમાં પાક. દ્રારા ભારતીય માછીમારોને બોટ સહિત અટકાયત કરવામાં આવ્યા બાદ અચોક્કસ સમય માટે જેલમાં બંદીવાન તરીકે રાખેલા, આવા સેંકડો માછીમારો માટે તેમના પરીવાર પાસેથી વિગતો અને હકીકત એકત્રિત કરી તેઓ ભારત સરકારના સંરક્ષણ વિભાગ, વિદેશ ખાતા તેમજ ભારતના પાકિસ્તાનમાં આપણા હાઈ કમિશનર મારફતે સેંકડો બંદીવાનોને છોડાવવાનું એક અભિયાન ચલાવ્યું હતું. અને તેમના આ કાર્યને સૌરાષ્ટ્ર્ર– ગુજરાતના પ્રચાર માધ્યમોમાં અને અખબારોના હકારાત્મક પ્રતિસાદના કારણે ભારત સરકારને પણ આ બારામાં પાકિસ્તાન સાથે વાટાઘાટો કરી માછીમારોને છોડાવવાની ફરજ પડતી હતી. સ્વ. પાલે ભારતના લશ્કરના સૈનિકોને છોડાવવા માટે તમામ સ્તરે પતિ સ્વ. અબ્દુલ કલામ સમક્ષ પણ રજુઆત કરી હતી. જેમાં ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારતના પાકિસ્તાન સાથેના બંને યુદ્ધ દરમિયાન ભારતના ૫૪ જેટલા સૈનિકો પાકિસ્તાન જેલમાં સબડતા હતા. અને ૧૯૭૧ના પાકિસ્તાન યુધ્ધના ભારતીય લશ્કરના મેજર જગજીતસિંહજી અરોરા નેતૃત્વમાં પૂર્વ પાકિસ્તાનમાં સંપૂર્ણ સફાયો કરી બાંગ્લાદેશ ઉદગમ થયો હતો, તે સ્વ.અરોરાના એડવોકેટ તરીકે સ્વ. એમ. કે. પાલ ૫૪ પૈકી ગુજરાતના બે સૈનિકો વતી ગુજરાત હાઈકોર્ટમાં સને ૧૯૯૯માં પિટિશન દાખલ કરેલી હતી.ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટીસ જે. બી. પારડીવાલાની કોર્ટમાં આપણા સૈનીકો યુધ્ધ કેદીઓના પરિવારજનોને ત્રણ માસમાં નિવૃત્તિ ના લાભો; પેન્શન ચૂકવવાના હકમ કરેલ હતા. સ્વ. પાલ દ્રારા પાકિસ્તાનની જેલમાં કેદ સરબજિતસિંહ ને છોડાવવા માટે પણ કેન્દ્રીય માનવ અધિકાર પચં માં રજુઆત કરવામાં આવી હતી.
સ્વ. પાલ ના બંને પુત્રો વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા હતા. એક પુત્ર કિશોરભાઈ પાલ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેકિટસ કરતા હતા, તે ૨૦૧૫માં અવસાન પામ્યા હતા. બીજા પુત્ર અણભાઈ રાજકોટ ખાતે પ્રેકટીસ કરી રહ્યા છે. એડવોકેટ પાલના અવસાનથી એક પ્રખર અને નિાવાન દેશભકતની ખોટ પડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech