અગાઉ ફાયર એન.ઓ.સી અને ત્યારબાદ ભારે વરસાદના લીધે શાળાઓમાં વધુ રજા આવી જતા પ્રથમ સત્રની પરીક્ષા નજીક આવી રહી છે અને કોર્સ હજુ પચાસ ટકાથી વધુ બાકી હોવાથી વાલીઓએ હવે રવિવાર કે અન્ય રજાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા માટે સહમતિ દર્શાવી છે અને આ બાબતને તેમણે વિધાર્થી સંગઠનોને પણ રજૂઆત કરી છે.
જાહેરરજાઓમાં કે રવિવારે શાળાઓમા શૈક્ષણિક કાર્ય શ હોય તો જે વિધાર્થી સંગઠનનાં પ્રતિનિધિઓ શાળાઓ બધં કરાવવા નીકળતા હોય તે અચાનક રવિવાર સહિતની રજાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાના સમર્થનમા આવે તે કાંઇક અજીબ લાગે પરંતુ કોંગ્રેસના પ્રવકતા અને વિધાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે આ અંગે જણાવ્યુ હતુ કે રાજકોટ અિકાંડ બાદ સ્કૂલોમા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ ફાયર એનઓસી ફરજીયાતના નિયમના કારણે રાજકોટની અનેક શાળાઓ સીલ થઈ હતી જેના કારણે નવા વર્ષના શૈક્ષણિક કાર્ય શ થતા ૮–૧૦ દિવસ જેટલી રજાઓ પડી હતી અને બીજી તરફ જન્માષ્ટ્રમીના વેકેશન સમયે સમગ્ર રાયમા અતિભારે વરસાદના કારણે રાયસરકારે બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ શાળાઓ બધં રાખવાની સૂચના આપી હતી જેથી જન્માષ્ટ્રમી વેકેશન થોડુ લંબાયા બાદ વધારાના ૪–૫ દિવસની રજાઓ પડી હતી એટલે પ્રથમ શૈક્ષણિક સત્રના મર્યાદિત સમયના દિવસોમા ૧૫–૧૬ દિવસની ઘટ આવે તે સ્વાભાવિક છે. આ મહિનામા અન્ય અનેક જાહેર રજાઓ તેમજ વિશેષ નવરાત્રી પણ આવનાર છે ત્યારે પ્રથમ સત્રની પરીક્ષાઓ પહેલા જે શૈક્ષણિક કોર્ષ પૂર્ણ કરવાનો થતો હોય છે તે કોઇ સંજોગે પૂર્ણ ના થાય જેથી બાળકોની પરીક્ષાઓના પરિણામો તેની ગંભીર અસર વર્તાય શકે છે બીજી તરફ જો ઝડપી રીતે કોર્ષ પૂર્ણ કરવામા આવે તો બાળકોના અભ્યાસ અર્થે જોખમકારક છે.
આ અંગે રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે વિધાર્થી સંગઠનોનો માટે વિધાર્થીઓનું હિત પ્રાથમિકતા હોય છે ,જેથી વિધાર્થીઓના શૈક્ષણિક કોર્ષ પૂર્ણ થાય તે ખુબ અગત્યનુ છે જેથી રવિવાર કે જાહેરરજાઓમા શાળાઓ શૈક્ષણિક કાર્ય વિધાર્થીઓના વાલીઓની સહમતિથી શ રાખતા હોય તો અમારો સંપૂર્ણ સહયોગ રહેશે. અમારો વાલીઓની આ રજૂઆત બાબતે અમે શિક્ષણવિદો સાથે ચર્ચા કર્યા બાદ આ ગંભીર બાબત હોવાથી અમે જર પડે જે તે સ્કૂલ સંચાલકોને સામે ચાલીને આ અંગે ધ્યાન દોરીશુ કે ઉચ્ચ ધોરણોનાં બાળકોનો શૈક્ષિણિક કોર્ષ પૂર્ણ કરવામા રવિવાર કે અન્ય રજાઓનો સદઉપયોગ કરે તો અમારો સહયોગ સપૂર્ણ રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech