ભારતીય માનક બ્યુરો દ્વારા ગ્રાહકોના હિતના રક્ષણ માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે બી.આઈ.એસ રાજકોટ શાખાના અધિકારીઓ દ્વારા ગેરકાયદે માનક ચિહ્નનો ઉપયોગ કરીને અગ્નિશામક સાધનોનું વેચાણ કરતી એડવાન્સ માર્કેટીંગ અને શિવ ફાયર ઈન્જિનિયર્સ પેઢીને ત્યાં દરોડા પાડીને સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.
બી.આઈ.એસ રાજકોટ શાખા તરફથી મળેલી માહિતી મુજબ, યોગી પાર્ક, જે.બી ગોડાઉન સામે માધાપર ખાતે આવેલી એડવાન્સ માર્કેટીંગ પેઢી અન્ય ઉત્પાદકોના લાયસન્સ નંબરનો દુરૂઉપયોગ કરીને ફાયર એક્સટિંગ્વિશર સિલિન્ડર, ફાયર હોઝ રીલ જેવા અગ્નિશામક સાધનોનું અને ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પરા પીપળીયા, જામનગર રોડ ઉપર આવેલી શિવ ફાયર ઈન્જિનિયર્સ પેઢી લેન્ડિંગ વાલ્વ, કપલિંગ, ડિલિવરી હોઝ, ફર્સ્ટ એઈડ હોઝ રીલ જેવા અગ્નિશામક સાધોનનું ગેરકાયદે વેચાણ કરી રહી હતી.
બી.આઈ.એસ. એ અધિનિયમ ૨૦૧૬ની કલમ ૧૭ના ભંગ હેઠળ અને કલમ ૨૯ની દંડનીય ગુના હેઠળ બંને પેઢી વિરુધ્ધ જરૂરી કાર્યવાહી કરી હતી. એડવાન્સ માર્કેટીંગ પેઢીના અંદાજે ૨૦ ફાયર એક્સટિંગ્વિશર અને અંદાજે ૧૯ ફાયર હોઝ રીલ, જ્યારે શિવ ફાયર ઈન્જિનિયર્સ પેઢીના ૧૫ નંગ લેન્ડિંગ વાલ્વ, ૧૨ નંગ નોઝલ, ૧૦ નંગ કપલિંગ, ૧૦ નંગ ડિલિવરી હોઝ અને ૮ નંગ ફર્સ્ટ એઈડ હોઝ રીલ સહિતના સાધનો જપ્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નકલી ઉત્પાદકો ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે અવૈધ રીતે માનક ચિહ્નનો ઉપયોગ કરે છે. આવા નકલી ઉત્પાદનો ગ્રાહકોની સુરક્ષા અને જીવન બંને માટે જોખમકારક છે. ત્યારે જાગૃત નાગરીક તરીકે ઉત્પાદન ખરીદતી વખતે પાકું બીલ અવશ્ય લેવું જોઈએ અને ઉત્પાદકની પુષ્ટિ કરવી જોઈએ. તેમજ ગ્રાહકો BIS CARE App દ્વારા આઈ.એસ.એ.આઈ ચિહ્ન વાળા ઉત્પાદનોના લાઈસન્સ નંબરને ચકાસી શકે છે. ઉપરાંત કોઈપણ પ્રકારના દુરૂપયોગ અથવા છેતરપીંડી થતી હોય તો માહિતી તુરંત બી.આઈ.એસ.ને આપવી જોઈએ. જેથી ગ્રાહકોના હિતનું રક્ષણ કરી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMવૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય' આધારિત લોકજાગૃતિ અભિયાન યોજાશે
May 24, 2025 03:22 PMકુંભણના યુવાને માલણ ડેમમાં કૂદી વ્હોર્યો આપઘાત
May 24, 2025 03:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech