ફાયર એનઓસીની ૨૧૦૬ને નોટિસ, ૧૫ સર્ટિ.ઇસ્યુ

  • May 21, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાએ ફાયર એનઓસી મામલે ૨૧૦૬ બિલ્ડીંગને નોટિસ ફટકાર્યા બાદ ફક્ત તે પૈકી ફક્ત ૧૫ ને જ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

રાજકોટ શહેરમાં ગત તા.૨૫-૫-૨૦૨૪ને શનિવારે સાંજે સર્જાયેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં ૨૭ નાગરિકોના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ બ્રાન્ચએ સમગ્ર શહેરમાં જીડીસીઆર અનુસાર પબ્લિક ગેધરિંગ પ્લેસની વ્યાખ્યામાં આવતા બિલ્ડીંગ અને સંકુલોમાં ચેકિંગ ડ્રાઇવ ચલાવી શહેરમાં અનેક મિલકતો સીલ કરતા દેકારો બોલી ગયો હતો. દરમિયાન ગઇકાલે મળેલી જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરે પુછેલા પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં મહાપાલિકા તંત્રએ એમ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં સમગ્ર શહેરમાં ફાયર એનઓસી મામલે ૨૧૦૬ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને તે પૈકી ફક્ત ૧૫ને એન.ઓ.સી. આપવામાં આવ્યા હતા.

મહાપાલિકામાં ગઇકાલે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરએ આ અંગે પુછેલો પ્રશ્ન છેક નવમા ક્રમે ઇનવર્ડ થયો હોય ચર્ચામાં આવ્યો ન હતો પરંતુ બોર્ડ મિટિંગ પૂર્ણ થયે તેનો લેખિત પ્રત્યુતર અપાયો હતો જેમાં ઉપરોક્ત હકીકત સામે આવી હતી. કોર્પોરેટરે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ બ્રાન્ચ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન (મે-૨૦૨૪થી મે-૨૦૨૫) ફાયર એન.ઓ.સી. રજૂ કરવા કુલ કેટલા બિલ્ડીંગને નોટિસ પાઠવવામાં આવેલ છે અને આ નોટિસ પૈકી કેટલા મિલ્કતધારકોને ફાયર એનઓસી આપવામાં આવેલ છે. આ પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે કે રામાપીર ફાયર સ્ટેશન (વોર્ડ નં.૧ અને ૯) , મવડી ફાયર સ્ટેશન (વોર્ડ નં.૧૨ અને ૧૩), મોરબી રોડ ઇઆરસી (વોર્ડ નં.૪), બેડીપરા ફાયર સ્ટેશન (વોર્ડ નં.૫ અને ૬), રેલનગર ફાયર સ્ટેશન (વોર્ડ નં.૨ અને ૩), કોઠારીયા ફાયર સ્ટેશન (વોર્ડ નં.૧૬, ૧૭ અને ૧૮) કનક રોડ ફાયર સ્ટેશન ( વોર્ડ નં.૭ અને ૧૪) કાલાવડ રોડ ફાયર સ્ટેશન ( વોર્ડ નં.૮, ૧૦ અને ૧૧) સહિતના કુલ આઠ ફાયર સ્ટેશન દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં કુલ ૨૧૦૬ બિલ્ડીંગને નોટિસ અપાઇ હતી અને તે પૈકીના ૧૫ બિલ્ડીંગને એનઓસી આપવામાં આવ્યા છે.




૧. ૧૮૭ ૧

૨. ૭૪ ૦

૩. ૧૨૬ ૧

૪. ૧૭૧ ૦

૫. ૩૬ ૨

૬. ૭૧ ૩

૭. ૨૩૫ ૦

૮. ૨૦૨ ૦

૯. ૧૬૭ ૦

૧૦. ૧૦૨ ૧

૧૧. ૮૩ ૧

૧૨. ૧૬૮ ૩

૧૩. ૧૬૯ ૨

૧૪. ૧૧૬ ૦

૧૫. ૧૯ ૧

૧૬. ૭ ૦

૧૭. ૭ ૦

૧૮. ૬૬ ૦

કુલ નોટિસ ૨૧૦૬

કુલ એનઓસી ૧૫


કાલાવડ રોડ ફાયર સ્ટેશને સૌથી વધુ નોટિસો ફટકારી

ફાયર સ્ટેશન---નોટિસ-----એનઓસી

રામાપીર ૩૫૪ ૧

મવડી ૩૩૭ ૫

ઇઆરસી ૧૭૧ ૦

બેડીપરા ૧૨૬ ૬

રેલનગર ૨૦૦ ૧

કોઠારીયા ૮૦ ૧

કનક રોડ ૩૫૧ ૦

કાલાવડ રોડ ૩૮૭ ૨



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application